70+ વર્ષના સિનિયર સિટિઝન આ દસ્તાવેજ વગર Ayushman Bharat યોજના માટે અરજી નહીં કરી શકે, જાણો વિગતો
આયુષ્માન ભારત યોજના અથવા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકો, તેમની આર્થિક સ્થિતિ ગમે તે હોય, 5 લાખ રૂપિયા સુધીની મફત તબીબી સારવાર માટે પાત્ર છે.
Ayushman Bharat application for seniors: વરિષ્ઠ નાગરિકો માટે લાંબા સમયથી રાહ જોવાતી આયુષ્માન ભારત આરોગ્ય વીમા યોજનાની શરૂઆત થઈ ચૂકી છે. આ યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકો 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર માટે પાત્ર બનશે. ભારત સરકારની આ યોજનાથી આશરે 4.5 કરોડ પરિવારોના 6 કરોડ વરિષ્ઠ નાગરિકોને મદદ મળવાની આશા છે. જો કોઈ પરિવારમાં આ યોજના માટે પાત્ર એકથી વધુ વરિષ્ઠ નાગરિકો હોય, તો 5 લાખ રૂપિયાનો આરોગ્ય વીમો તેમની વચ્ચે વહેંચાશે, એટલે કે કવરેજ પ્રતિ પરિવાર આધારિત રહેશે.
આયુષ્માન ભારત યોજના અથવા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકો, તેમની આર્થિક સ્થિતિ ગમે તે હોય, 5 લાખ રૂપિયા સુધીની મફત તબીબી સારવાર માટે પાત્ર છે. આ યોજના હેઠળ 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ પાત્ર વરિષ્ઠ નાગરિકોને એક અલગ આયુષ્માન કાર્ડ જારી કરવામાં આવશે. આ કાર્ડ સાર્વત્રિક છે અને તેમાં કોઈ આવક મર્યાદા નથી, પછી ભલે તે ગરીબ હોય કે મધ્યમ વર્ગ કે ઉચ્ચ વર્ગ.
આયુષ્માન ભારત યોજના હેઠળ રજિસ્ટ્રેશન કરાવવા માટે 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિક પાસે આધાર હોવું જરૂરી છે. પાત્ર વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્માન કાર્ડના નામાંકન અને જારી કરવા માટે આધાર બેઝ્ડ ઈ KYC જરૂરી છે. આ વગર વરિષ્ઠ નાગરિક આ કાર્ડ નહીં બનાવી શકે. 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના લાભાર્થીઓ નામાંકનના પ્રથમ દિવસથી જ સારવાર શરૂ કરી શકે છે. કોઈપણ બીમારી કે સારવાર માટે કોઈ પ્રતીક્ષા સમય નથી, તેથી કવરેજ તરત જ શરૂ થાય છે.
પાત્રતાનું માપદંડ શું છે
આ વિશેષ યોજના માટે પાત્રતાનું એકમાત્ર માપદંડ એ છે કે વ્યક્તિની ઉંમર 70 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. ઉંમર આધાર કાર્ડમાં નોંધાયેલ જન્મતારીખ મુજબ નક્કી કરવામાં આવે છે, તેમની આર્થિક સ્થિતિ ગમે તે હોય. વરિષ્ઠ નાગરિક યોજનામાં નામાંકન માટે આધાર એકમાત્ર જરૂરી દસ્તાવેજ છે. 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ પાત્ર વરિષ્ઠ નાગરિકોને એક અલગ આયુષ્માન કાર્ડ જારી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ