શોધખોળ કરો

IND vs AUS 1st Test: પર્થ ટેસ્ટમાં બોલરોનો જોવા મળ્યો દબદબો, એક દિવસમાં પડી 17 વિકેટ 

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પર્થમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે ફાસ્ટ બોલરોનો દબદબો રહ્યો હતો.

Australia vs India 1st Test Day 1 Stumps:  ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પર્થમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે ફાસ્ટ બોલરોનો દબદબો રહ્યો હતો. પર્થ ટેસ્ટના પ્રથમ દિવસે કુલ 17 વિકેટ પડી હતી. ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં માત્ર 150 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાએ 67 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. ભારત તરફથી જસપ્રીત બુમરાહે 4 વિકેટ ઝડપી હતી. જ્યારે મોહમ્મદ સિરાજને બે સફળતા મળી હતી. મેચ હવે સંપૂર્ણ રીતે ભારતના નિયંત્રણમાં છે.

જ્યારે ભારતીય ટીમ 150 રન સુધી સીમિત હતી ત્યારે એવું લાગી રહ્યું હતું કે ઓસ્ટ્રેલિયન ટીમ હવે આ મેચમાં ઘણી આગળ છે, પરંતુ ભારતીય બોલરોએ બાજી પલટી દીધી. 150 રન બનાવવા છતાં ટીમ ઈન્ડિયા હવે પ્રથમ દાવમાં સરસાઈ મેળવી શકે છે. પ્રથમ દિવસે તમામ 17 વિકેટ ઝડપી બોલરોએ લીધી હતી.

ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી 

ભારતના 150 રનના જવાબમાં બેટિંગ કરવા આવેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ડેબ્યૂ ટેસ્ટમાં નાથન મેકસ્વીની 13 બોલમાં બે ચોગ્ગાની મદદથી માત્ર 10 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી ઉસ્માન ખ્વાજા પણ આઉટ થયો ગયો હતો. ત્યાર બાદ ચોથા નંબર પર બેટિંગ કરવા આવેલા સ્ટીવ સ્મિથ પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. જસપ્રિત બુમરાહે આ ત્રણેયને પેવેલિયન મોકલી દીધા હતા.

19 રનમાં ત્રણ વિકેટ પડી ગયા બાદ ઓસ્ટ્રેલિયન ચાહકો ટ્રેવિસ હેડ અને મેરોન લાબુશેન પાસેથી મોટી ઇનિંગ્સની આશા રાખતા હતા, પરંતુ ભારતીય બોલરોએ એવું થવા દીધું ન હતું. ફાસ્ટ બોલર હર્ષિત રાણાએ ડેબ્યૂ ટેસ્ટ રમીને ટ્રેવિસ હેડને બોલ્ડ આઉટ કર્યો હતો. તે બે ચોગ્ગાની મદદથી 11 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ મિચેલ માર્શ પણ છ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. માર્નસ લાબુશેન પણ 52 બોલમાં માત્ર બે રન બનાવી શક્યો હતો અને આઉટ થયો હતો. સિરાજે બંનેને પેવેલિયનમાં મોકલી દીધા.

એક તરફ વિકેટો પડતી રહી, પરંતુ બીજી બાજુ વિકેટકીપર બેટ્સમેન એલેક્સ કેરી અડગ રહ્યો. તે ત્રણ ચોગ્ગાની મદદથી 19 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો હતો. કેપ્ટન પેટ કમિન્સ ત્રણ રન બનાવીને આઉટ થયો હતો જે પ્રથમ દિવસની છેલ્લી વિકેટ હતી. કેરી સાથે મિચેલ સ્ટાર્ક છ રન બનાવીને અણનમ રહ્યો હતો.

ભારતીય ઇનિંગ્સની આ હાલત હતી

પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયા માટે યશસ્વી જયસ્વાલ ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. તેને મિચેલ સ્ટાર્કે આઉટ કર્યો હતો. આ પછી ત્રીજા નંબરે આવેલો દેવદત્ત પડિકલ પણ શૂન્ય પર પેવેલિયન પરત ફર્યો હતો. ચોથા નંબર પર બેટિંગ કરવા આવેલા વિરાટ કોહલી પણ લાંબો સમય ક્રિઝ પર ટકી શક્યો નહોતો. તે પાંચ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. જોશ હેઝલવુડે વિરાટને ઉસ્માન ખ્વાજાના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.

કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં ઇનિંગની શરૂઆત કરવા આવેલા કેએલ રાહુલ 74 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 26 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ ધ્રુવ જુરેલ 11 રન બનાવીને અને વોશિંગ્ટન સુંદર ચાર રન બનાવીને આઉટ થયા હતા. 73 રનમાં 6 વિકેટ પડી ગયા બાદ ઋષભ પંત અને નીતિશ કુમાર રેડ્ડીએ ઇનિંગની કમાન સંભાળી હતી. બંનેએ સાતમી વિકેટ માટે 48 રનની ભાગીદારી કરી હતી. પંત 78 બોલમાં 3 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 37 રન બનાવીને આઉટ થયો હતો.

નીતીશ કુમાર રેડ્ડી એક છેડે ટકી રહ્યો પરંતુ કોઈએ તેને સાથ આપ્યો ન હતો. ડેબ્યૂ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં નીતિશે 59 બોલમાં 41 રન બનાવ્યા હતા. આ દરમિયાન નીતિશે 6 ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. બીજા છેડે હર્ષિત રાણા 07 રન અને જસપ્રિત બુમરાહ 08 રન બનાવીને આઉટ થયા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને મોટો આદેશ, કહ્યું- 'EVM માંથી ડેટા હટાવતા નહી' 
સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને મોટો આદેશ, કહ્યું- 'EVM માંથી ડેટા હટાવતા નહી' 
AI આપણું જીવન બદલી રહ્યું છે, પેરિસ સમિટમાં એઆઈને લઈ શું બોલ્યા PM મોદી  
AI આપણું જીવન બદલી રહ્યું છે, પેરિસ સમિટમાં એઆઈને લઈ શું બોલ્યા PM મોદી  
પંજાબમાં બદલાશે મુખ્યમંત્રી ? કેજરીવાલ સાથે મુલાકાત બાદ ભગવંત માને આપ્યો આ જવાબ  
પંજાબમાં બદલાશે મુખ્યમંત્રી ? કેજરીવાલ સાથે મુલાકાત બાદ ભગવંત માને આપ્યો આ જવાબ  
જૂનાગઢના ભવનાથ આશ્રમના ઈન્દ્રભારતી બાપુની તબિયત  લથડી, ડૉક્ટરે આપી આ સલાહ 
જૂનાગઢના ભવનાથ આશ્રમના ઈન્દ્રભારતી બાપુની તબિયત  લથડી, ડૉક્ટરે આપી આ સલાહ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nursing recruitment News: નર્સિંગની ભરતી પરીક્ષાની આન્સર કી જાહેર થતા ચોંક્યા ઉમેદવારોMayabhai Ahir : ચાલુ ડાયરામાં લોકસાહિત્યકાર માયાભાઈની તબિયત લથડી, તબિયતને લઈને સૌથી મોટા સમાચારRajkot Crime News: મધરાત્રે બે સગ્ગા ભાઈની કરાઈ હત્યા,રૂમમેટે જ કાઢી નાંખ્યુ કાસળ | Abp AsmitaMAHAKUMBH 2025: મહાકુંભમાં ભક્તોનું કીડિયારું , બે દિવસથી ટ્રાફિક જામ ABP ASMITA

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને મોટો આદેશ, કહ્યું- 'EVM માંથી ડેટા હટાવતા નહી' 
સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને મોટો આદેશ, કહ્યું- 'EVM માંથી ડેટા હટાવતા નહી' 
AI આપણું જીવન બદલી રહ્યું છે, પેરિસ સમિટમાં એઆઈને લઈ શું બોલ્યા PM મોદી  
AI આપણું જીવન બદલી રહ્યું છે, પેરિસ સમિટમાં એઆઈને લઈ શું બોલ્યા PM મોદી  
પંજાબમાં બદલાશે મુખ્યમંત્રી ? કેજરીવાલ સાથે મુલાકાત બાદ ભગવંત માને આપ્યો આ જવાબ  
પંજાબમાં બદલાશે મુખ્યમંત્રી ? કેજરીવાલ સાથે મુલાકાત બાદ ભગવંત માને આપ્યો આ જવાબ  
જૂનાગઢના ભવનાથ આશ્રમના ઈન્દ્રભારતી બાપુની તબિયત  લથડી, ડૉક્ટરે આપી આ સલાહ 
જૂનાગઢના ભવનાથ આશ્રમના ઈન્દ્રભારતી બાપુની તબિયત  લથડી, ડૉક્ટરે આપી આ સલાહ 
Share Market Crash Today: શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1200 પોઇન્ટથી વધુ તૂટ્યો
Share Market Crash Today: શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1200 પોઇન્ટથી વધુ તૂટ્યો
IPL 2025: આગામી સપ્તાહમાં જાહેર થઇ શકે છે IPL 2025નો કાર્યક્રમ, જાણો ક્યાં રમાઇ શકે છે ફાઇનલ?
IPL 2025: આગામી સપ્તાહમાં જાહેર થઇ શકે છે IPL 2025નો કાર્યક્રમ, જાણો ક્યાં રમાઇ શકે છે ફાઇનલ?
Mahakumbh 2025: મહાકુંભમાં હવે કેટલા શાહી સ્નાન બાકી છે, ફેબ્રુઆરીની આ તારીખ નોંધી લો
Mahakumbh 2025: મહાકુંભમાં હવે કેટલા શાહી સ્નાન બાકી છે, ફેબ્રુઆરીની આ તારીખ નોંધી લો
નવસારી જિલ્લા કોંગ્રેસમાં ચૂંટણી પહેલા મોટુ ભંગાણ, 30થી વધુ કાર્યકરો BJPમાં જોડાયા
નવસારી જિલ્લા કોંગ્રેસમાં ચૂંટણી પહેલા મોટુ ભંગાણ, 30થી વધુ કાર્યકરો BJPમાં જોડાયા
Embed widget