શોધખોળ કરો
Advertisement
ભીમા કોરેગાવ મામલે NIAએ 8 લોકો વિરુદ્ધ દાખલ કર્યો આરોપ પત્ર
NIAના પ્રવક્તા તથા પોલીસ ઉપ મહાનિરીક્ષક સોનિયા નારંગે કહ્યું કે, આરોપપત્ર અહીંની એક કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
મુંબઈ: રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ 1 જાન્યુઆરી 2018માં ભીમા-કોરોગાવમાં ભીડને કથિત રીતે હિંસા માટે ઉકસાવવા મામલે શુક્રવારે સામાજિક કાર્યકર્તા ગૌતમ નવલખા, દિલ્હી યુનિવર્સિટીના સહાયક પ્રોફેસર હની બાબુ, આદિવાસી નેતા સ્ટેન સ્વામી સહિત આઠ લોકો વિરુદ્ધ એક આરોપપત્ર દાખલ કર્યો છે. અધિકારીઓએ આ જાણકારી આપી હતી.
NIAના પ્રવક્તા તથા પોલીસ ઉપ મહાનિરીક્ષક સોનિયા નારંગે કહ્યું કે, આરોપપત્ર અહીંની એક કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આ મામલે 1 જાન્યુઆરી 2018માં પુણે નજીક કોરેગાવ લડાઈની 200મી વર્ષગાઠની ઉજવણી બાદ હિંસા ભડકવા સંબંધિત છે. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ઘણા લોકો ઘાયલ થઈ ગયા હતા.
અન્ય જે લોકો વિરુદ્ધ આરોપપત્ર દાખલ કરવામાં આવ્યો છે. તેમાં ગોવા ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટના પ્રોફેસર આનંદ તેલતુંબડે, ભીમા કોરગાવ શૌર્ય દિન પ્રેરણા અભિયાન સમૂહની કાર્યકર્તા જ્યોતિ જગતાપ, સાગર ગોરખે અને રમેશ ગાઈચોર સામેલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement