શોધખોળ કરો
Advertisement
નિર્ભયા કેસ: દોષી વિનય શર્માએ મોકલી દિલ્હીના LGને અરજી, ફાંસીની સજાને ઉમરકેદમાં બદલવાની કરી અપીલ
નિર્ભયાના દોષિતોના બચવાના તમામ વિકલ્પો પૂર્ણ થઈ ચૂક્યા છે. દિલ્હીની કોર્ટે ચારેય દોષિતોને 20 માર્ચે ફાંસી આપવાનો આદેશ આપ્યો છે અને તેમના ડેથ વોરંટ પણ જાહેર થઈ ચૂક્યા છે.
નવી દિલ્હી: નિર્ભયા મામલામાં ફાંસીની તારીખ નક્કી થયા બાદ દોષીતો ફાંસી બચાવવા માટે એક-એક કરી નવા નવા રસ્તાઓ અપનાવી રહ્યા છે. હવે દોષી વિનય શર્માએ દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલને સજા માફ કરવા માટે અપીલ કરી છે. ઉપરાજ્યપાલને મોકલવામાં આવેલી અરજીમાં વિનયએ સીઆરપીસીના એ જોગવાઈની વાત કરી છે જે મૂજબ રાજ્ય સરકારને કોઈ ગુનેગારની સજા પૂરી રીતે અથવા તો આંશિક રીતે માફ કરવાનો અધિકાર હોય છે.
નીચલી કોર્ટે 16 16 ડિસેમ્બર 2012 દિલ્હી ગેંગરેપ કાંડના ચારેય દોષીતોને 20 માર્ચના સવારે 5.30 વાગ્યે ફાંસી આપવાનો ડેથ વોરંટ જારી કર્યો છે. દોષીતોને ફાંસીની પુષ્ટી સુપ્રીમ કોર્ટમાંથી થઈ ચૂકી છે અને દેશની સૌથી મોટી કોર્ટ તેમની રિવ્યૂ અને ક્યૂરેટિવ અરજી પણ ફગાવી ચુક્યું છે. રાષ્ટ્રપતિએ પણ ચારેય દોષીતોની દયા અરજી ફગાવી દીધી છે.
આ પહેલા વધુ એક દોષી મુકેશે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. મુકેશે સુપ્રીમ કોર્ટ પાસેથી વધુ એક વખત ક્યૂરેટિવ અરજી કરવાની મજૂરી માંગી છે. તેની અરજી પર 16 માર્ચે સુનાવણી થશે. ત્યારે હવે દોષી વિનયે દિલ્હીના રાજ્યપાલને નવી અરજી મોકલવી છે.
ઉલ્લેખનીય છે કે, નિર્ભયાના દોષિતોના બચવાના તમામ વિકલ્પો પૂર્ણ થઈ ચૂક્યા છે. દિલ્હીની કોર્ટે ચારેય દોષિતોને 20 માર્ચે ફાંસી આપવાનો આદેશ આપ્યો છે અને તેમના ડેથ વોરંટ પણ જાહેર થઈ ચૂક્યા છે. જે બાદ આરોપી વિનયના વકિલે LGને ફાંસીની સજાને ઉંમરકેદમાં ફેરવવા અપીલ કરતી અરજી કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement