શોધખોળ કરો
Advertisement
નિર્ભયા રેપ કેસઃ દોષિતો વિરુદ્ધ ડેથ વોરંટ માંગતી તિહાડ જેલની અરજી કોર્ટે ફગાવી
તિહાડ જેલના વહીવટી તંત્રએ કોર્ટમાં અરજી કરી દોષિતોના ડેથ વોરંટનો અમલ કરવા માટે નવી તારીખ આપવાની માંગ કરી હતી.
નવી દિલ્હીઃ નિર્ભયા બળાત્કાર કેસના ચારેય દોષિતોને ફાંસી આખરે ફાંસ ક્યારે થશે જેને લઇને હજુ સુધી સ્થિતિ સ્પષ્ટ થઇ શકી નથી. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ફાંસીની નવી તારીખ આપવાનો ઇનકાર કરી દીધો છે. કોર્ટે કહ્યું કે, અંદાજના આધારે ડેથ વોરંટ જાહેર કરી શકાય નહીં. કોર્ટે દોષિતોને મળેલા સાત દિવસનો પણ ઉલ્લેખ કર્યો હતો. નોંધનીય છે કે તિહાડ જેલના વહીવટી તંત્રએ કોર્ટમાં અરજી કરી દોષિતોના ડેથ વોરંટનો અમલ કરવા માટે નવી તારીખ આપવાની માંગ કરી હતી. જેના પર જાહેર નોટિસ પર દોષિતોએ આજે કોર્ટમાં પોતાનો મત રજૂ કરવાનો હતો.
કોર્ટમાં તિહાડ જેલના અધિકારીઓ તરફથી હાજર રહેલા વકીલ ઇરફાન અહમદે કહ્યું કે, રાષ્ટ્રપતિ ત્રણ દોષિતોની દયા અરજી ફગાવી ચૂક્યા છે. આ સમયે ચારમાંથી કોઇ પણ અરજી, અપીલ કોઇ પણ કોર્ટમાં પેન્ડિંગ નથી. દોષિત પવન તરફથી સુધારાત્મક અરજી દાખલ કરવામાં આવી નથી. તેની પાસે દયા અરજી કરવાનો વિકલ્પ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement