શોધખોળ કરો
Advertisement
નિર્ભયા કેસઃ રાષ્ટ્રપતિએ મુકેશની દયા અરજી ફગાવી, 22 જાન્યુઆરીએ ફાંસી થવાની શક્યતા ઓછી, જાણો કેમ
દિલ્હીના ઉપ રાજ્યપાલે ગુરુવારે મુકેશ સિંહની દયા અરજી ગૃહ મંત્રાલયને મોકલી હતી.
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીના નિર્ભયા ગેંગરેપના કેશમાં દોષિત મુકેશની દયા અરજી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ફગાવી દીધી છે. કેન્દ્રીય ગૃહ મંત્રલાયે નિર્ભયા કેસમાં ગનેગાર મુકેશની દયા અરજી રાષ્ટ્રપતિને મોકલી હતી. ગૃહ મંત્રાલયે રાષ્ટ્રપતિ ભવનને મોકલેલ પોતાની ભલામણમાં કહ્યું હતું કે, મુકેશની ફાંસીની સજા યથાવત રાખવામાં આવે છે.
ફાંસીની સજા મેળવેલ ચાર દોષિતોમાંથી એક મુકેશ સિંહે દયા અરજી થોડા દિવસ પહેલા જ કરી હતી. એક અધિકારીએ જણાવ્યું કે, ‘ગૃહ મંત્રાલયે મુકેશ સિંહની દયા અરજી રાષ્ટ્રપતિને મોકલી હતી. મંત્રાલયે અરજીને ફગાવી દેવાની દિલ્હીના ઉપ રાજ્યપાલની ભલામણે યથાવત રાખી હતી.’
22 જાન્યુઆરીએ ફાંસી શક્ય નથી
દિલ્હીના ઉપ રાજ્યપાલે ગુરુવારે મુકેશ સિંહની દયા અરજી ગૃહ મંત્રાલયને મોકલી હતી. તેના એક દિવસ પહેલા દિલ્હી સરકારે અરજી ફગાવી દેવાની ભલામણ કરી હતી. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ચારેય દોષિત મુકેશ સિંહ, વિનય શર્મા, અક્ષય કુમાર અને પવન ગુપ્તાને 22 જાન્યુઆરીએ ફાંસી આપવા માટે ડેથ વોરંટ જારી કર્યું હતું.
જોકે દિલ્હી સરકારે હાઈ કોર્ટને જણાવ્યું કે, દોષિતોને 22 જાન્યુઆરીએ ફાંસી નહીં થઈ શકે કારણ કે મુકેશ સિંહે દયા અરજી કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement