શોધખોળ કરો
નિર્ભયા કેસઃ સુપ્રીમ કોર્ટ આવતીકાલે દોષિત પવન ગુપ્તાની ક્યૂરેટિવ પિટિશન પર સુનાવણી કરશે
નોંધનીય છે કે આ અગાઉ પટિયાલા હાઉસ કોર્ટે તમામ દોષિતોને ત્રણ માર્ચના રોજ ફાંસી આપવા માટેનું ડેથ વોરંટ જાહેર કર્યુ છે.

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ આવતીકાલે 2012 નિર્ભયા બળાત્કાર અને હત્યા કેસમાં ફાંસીની સજા પામેલા દોષિતોમાંથી એક દોષિત પવનકુમાર ગુપ્તાએ કરેલી ક્યૂરેટિવ પિટિશન પર સુનાવણી હાથ ધરશેય આ અરજી પર પાંચ જજની બેન્ચ સુનાવણી કરશે. નોંધનીય છે કે આ અગાઉ પટિયાલા હાઉસ કોર્ટે તમામ દોષિતોને ત્રણ માર્ચના રોજ ફાંસી આપવા માટેનું ડેથ વોરંટ જાહેર કર્યુ છે. પવને પોતાની અરજીમાં ઘટના સમયે સગીર હોવાનો દાવો કરી ફાંસીને ઉંમર કેદમાં ફેરવવાની માંગ કરી છે. પવન કુમારના વકી એપી સિંહે દલીલ કરી હતી કે ગુના સમયે પવન કુમાર સગીર હતો અને મોતની સજા તેને આપી શકાય નહીં.
વધુ વાંચો




















