શોધખોળ કરો
Advertisement
નાણામંત્રી નિર્મલા સીતારમણનો દાવો, 'બેંકોને મર્જ કરવાથી નહીં જાય એકપણ કર્મચારીની નોકરી'
નિર્મલા સીતારમણે શુક્રવારે 10 સરકારી બેંકોનો વિલય કરી ચાર બેંક બનાવવાની જાહેરાત કરી હતી. આ નિર્ણય દેશમાં મજબૂત અને વૈશ્વિક લેવલની મોટી બેંકોનું ગઠન કરવાના લક્ષ્ય સાથે કર્યું છે.
નવી દિલ્હી: નાણા મંત્રી નિર્મલા સીતારમણે જાહેર ક્ષેત્રની બેંકોને મર્જ કરવાથી કર્મચારીઓની નોકરી જવાની ચિંતાને ફગાવી છે. નાણા મંત્રી કહ્યું, વિલયના આ નિર્ણયથી કોઈ પણ કર્મચારીની નોકરી નહી જશે. સીતારમણે નોકરી જવા વિશેની બેંક યૂનિયનની ચિંતાઓ વિશે કહ્યું કે, આ બિલકુલ તથ્યહીન વાત છે. તેમણે કહ્યું કે, હું દરેક બેંકના તમામ યૂનિયનો અને લોકોને તે આશ્વસ્ત કરવા માંગુ છું કે, તેઓ શુક્રવારે મારી કહેલી વાતને યાદ કરે જ્યારે અમે બેંકોના વિલયની વાત કરી ત્યારે મેં સ્પષ્ટપણે કહ્યું હતું કે, કોઈ પણ કર્મચારીને હટાવવામાં આવશે નહી, કોઈને પણ નહી.
નાણામંત્રી સીતારમણે બેંકોના પ્રસ્તાવિત વિલયનો બેંક કર્મચારી યૂનિયનો દ્વારા વિરોધ કરવા પર તેઓ જવાબ આપી રહ્યાં હતા. નિર્મલા સીતારમણે શુક્રવારે 10 સરકારી બેંકોનો વિલય કરી ચાર બેંક બનાવવાની જાહેરાત કરી હતી. આ નિર્ણય દેશમાં મજબૂત અને વૈશ્વિક લેવલની મોટી બેંકોનું ગઠન કરવાના લક્ષ્ય સાથે કર્યું છે.
મોદી સરકાર પર મનમોહન સિંહનો પ્રહાર, કહ્યું- નોટબંધી અને GSTએ અર્થવ્યવસ્થાને મંદીમાં ધકેલી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement