શોધખોળ કરો
Advertisement
સચિવાલય કર્મીઓને ઓફિસમાં જીન્સ-ટીશર્ટ નહીં પહેરવા નિતિશ સરકારનું ફરમાન
નીતીશ સરકારે કર્મચારીઓનું જીન્સ ટી શર્ટ પહેરવું ઓફિસ કલ્ચર વિરુદ્ધ ગણાવ્યું છે. આ સિવાય રાજ્યમાં દારુબંધી બાદ પાન મસાલા પર એક વર્ષ માટે પ્રતિબંધ લગાવી દીધો છે.
પટના: બિહારમાં નીતિશ કુમારની સરકારે સચિવાલયના કર્મચારીઓને ઓફિસમાં જીન્સ ટીશર્ટ નહીં પહેરવાનો આદેશ જારી કર્યો છે. સરકારે કર્મચારીઓનું જીન્સ ટી શર્ટ પહેરવું ઓફિસ કલ્ચર વિરુદ્ધ ગણાવ્યું છે.
સરકાર તરફથી જાહેર કરેલા આદેશમાં પટનામાં પદાધિકારીઓ/કર્મચારીઓને કાર્યાલયમાં ફૉર્મલ અને ગરિમા જળવાય તેવા કપડા પહેરવા આદેશ આપ્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે. વિભાગમાં પદસ્થાપિત કર્મચારી ઓફિસ કલ્ચરના વિપરીત કેઝ્યૂઅલ ડ્રેસમાં ઓફિસ આવી રહ્યાં છે. જે ઓફિસની ગરિમાને અનુકૂળ નથી.
એવામાં સામાન્ય પ્રશાસન વિભાગના તમામ પદાધિકારીઓ અને કર્મચારીને નિર્દેશ આપવામાં છે કે ઓફિસમાં ગરિમાયુક્ત ડ્રેસ પહેરીને આવે. કર્મચારીઓ પાસે અપેક્ષા કરવામાં આવે છે કે તેઓ અનૌપચારિક કપડા જેવા કે જિન્સ, ટી-શર્ટ વગેરે ના પહેરે.
અંકલેશ્વરની જેમ વડોદરામાં ગણેશ મહોત્સવના વરઘોડામાં લાગ્યો વીજ કરંટ, યુવકનું મોત, જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion