શોધખોળ કરો
નીતિશ પરિસ્થિતિઓના નહીં, ગઠબંધનના મુખ્યમંત્રી, બિહારમાં કાયમ રહેશે કાયદાનું રાજ: શરદ યાદવ

નવી દિલ્લી: જેડીયૂના પૂર્વ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા શરદ યાદવે તે આશંકાઓને નકારી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે શહાબુદ્દીનના જેલમાંથી છૂટ્યા પછી કાયદા વ્યવસ્થાને અસર પડશે. યાદવે સાથે એ પણ કહ્યું છે કે, શહાબુદ્દીનના એ કહેવાથી કોઈ ફર્ક પડતો નથી કે નીતિશ કુમાર પરિસ્થિતિઓના મુખ્યમંત્રી છે. શરદે કહ્યું કે નીતિશ કુમાર ગઠબંધનના નેતા છે અને રાજ્યમાં જે રીતે કાયદાનું પાલન થતું આવ્યું છે, તે હંમેશાંની જેમ આગળ પણ પાલન થશે. એક ચેનલને આપેલા ઈંટરવ્યૂમાં શરદ યાદવે કહ્યું કે જનતા આશ્વસ્ત રહે, બિહારમાં કાયદોનું રાજ સ્થાપિત કરવામાં કોઈ રોકી શકે તેમ નથી.
વધુ વાંચો




















