No Confidence Motion Debate: મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ, કોગ્રેસે કહ્યુ- અદાણી મુદ્દે પણ મૌન રહ્યા PM
No Confidence Motion Debate:લોકસભામાં મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે
No Confidence Motion Debate: લોકસભામાં મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. ચર્ચાની શરૂઆત કરતા કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું હતું કે અમને જણાવવામાં આવે કે વડાપ્રધાને સ્પીકર ઓફિસની અંદર શું કર્યું. જેના પર અમિત શાહે કહ્યું કે હા જણાવવું જોઇએ. અધીર રંજન ચૌધરી સહિત તમામ વિપક્ષી સાંસદો ઉભા છે. સંસદીય કાર્ય મંત્રીએ કહ્યું કે જાહેરમાં એ વાત સામે આવી ચૂકી છે કે રાહુલ ગાંધી પહેલા બોલવા માંગતા હતા.
Congress MP Gaurav Gogoi says, "PM took a 'maun vrat' to not speak in the Parliament. So, we had to bring the No Confidence Motion to break his silence. We have three questions for him - 1) Why did he not visit Manipur to date? 2) Why did it take almost 80 days to finally speak… pic.twitter.com/lhFomV5XUQ
— ANI (@ANI) August 8, 2023
કોગ્રેસ સાંસદે કહ્યું- મણિપુર ન્યાય ઇચ્છે છે
કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ પીએમ મોદીને સવાલ પૂછતા કહ્યું હતું કે, "તમામ લોકો મણિપુર ગયા પરંતુ પીએમ મોદી કેમ ન ગયા? તેમણે મણિપુર મુદ્દે બોલવા માટે 80 દિવસનો સમય કેમ લીધો અને જ્યારે તેઓ બોલ્યા ત્યારે તે માત્ર 30 સેકન્ડ માટે બોલ્યા હતા? કેમ નહીં? મણિપુરના મુખ્યમંત્રીને કેમ હટાવવામાં આવ્યા નથી? અમને અવિશ્વાસની દરખાસ્ત લાવવાની ફરજ પડી છે. તે સંખ્યા વિશે ક્યારેય નહોતું પરંતુ મણિપુરના ન્યાય માટે હતું. હું રજૂઆત કરું છું કે આ ગૃહ સરકારમાં અવિશ્વાસ વ્યક્ત કરે છે. I.N.D.I.A. મણિપુર માટે આ ઠરાવ લાવી છે. મણિપુર ન્યાય માંગે છે."
#WATCH | Congress MP Gaurav Gogoi says, "PM took a 'maun vrat' to not speak in the Parliament. So, we had to bring the No Confidence Motion to break his silence. We have three questions for him - 1) Why did he not visit Manipur to date? 2) Why did it take almost 80 days to… pic.twitter.com/rfAVe77sNY
— ANI (@ANI) August 8, 2023
‘PM મોદી પોતાની ભૂલ સ્વીકારતા નથી’
કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું હતું કે વડાપ્રધાન મોદી માત્ર મણિપુર જ નહીં પરંતુ અદાણી મુદ્દે પણ મૌન રહ્યા હતા. ચીન પર પણ મૌન છે. પીએમ મોદી પોતાની ભૂલ સ્વીકારતા નથી.
Congress MP Gaurav Gogoi says, "PM will have to accept that his double-engine govt, his govt in Manipur has failed. That is why, 150 people died in Manipur around 5000 houses were torched, around 60,000 people are in relief camps and around 6500 FIRs have been registered. The CM… pic.twitter.com/MBSbSsyJLH
— ANI (@ANI) August 8, 2023
કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું હતું કે 'વડાપ્રધાને સ્વીકારવું પડશે કે તેમની ડબલ એન્જિન સરકાર મણિપુરમાં તેમની સરકાર નિષ્ફળ ગઈ છે. તેથી જ મણિપુરમાં 150 લોકોના મોત થયા છે. લગભગ 5000 ઘરો બળી ગયા, લગભગ 60,000 લોકો રાહત શિબિરોમાં છે અને લગભગ 6500 FIR નોંધવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રીએ સંવાદ, શાંતિ અને સૌહાર્દનું વાતાવરણ બનાવવું જોઈતું હતું, તેમણે છેલ્લા 2-3 દિવસમાં ઉશ્કેરણીજનક પગલાં લીધા છે, જેના કારણે સમાજમાં તંગદિલી પેદા થઇ છે.
Congress MP Gaurav Gogoi opens discussion on No Confidence Motion in Lok Sabha
— ANI (@ANI) August 8, 2023
He says, "We are compelled to bring the No Confidence Motion. This was never about numbers but about justice for Manipur. I move the Motion that this House expresses No Confidence in the Government.… pic.twitter.com/KmaxtxeZNK