શોધખોળ કરો
Advertisement
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની હાલતમાં કોઇ સુધારો નથી, હજુ પણ છે બેભાનઃ હૉસ્પીટલ
84 વર્ષીય પ્રણવ મુખર્જીને 10 ઓગસ્ટે હૉસ્પીટલમાં ભરતી કરાવાયા હતા, તેમના માથાની સર્જરી કરવામાં આવી હતી. આ પહેલા તે કૉવિડ-19 તપાસામાં સંક્રમિત થયાની પુષ્ટિ થઇ હતી, એટલે કે પૂર્વ રાષ્ટ્રપતિને કોરોનાનો પણ ચેપ લાગેલો છે
નવી દિલ્હીઃ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની હાલતમાં કોઇ સુધારો નથી આવ્યો. હજુ પણ તે બેભાન અવસ્થામાં જ છે. સેનાના રિસર્ચ એન્ડ રેફરલ હૉસ્પીટલે ગુરુવારે એક નિવેદન આપીને આ જાણકારી આપી છે. મુખર્જીનો ઇલાજ કરી રહેલા ડૉક્ટરોએ કહ્યું કે, તેમની તબિયત સ્થિર છે, અને તે હજુ પણ આઇસીયુમાં છે.
84 વર્ષીય પ્રણવ મુખર્જીને 10 ઓગસ્ટે હૉસ્પીટલમાં ભરતી કરાવાયા હતા, તેમના માથાની સર્જરી કરવામાં આવી હતી. આ પહેલા તે કૉવિડ-19 તપાસામાં સંક્રમિત થયાની પુષ્ટિ થઇ હતી, એટલે કે પૂર્વ રાષ્ટ્રપતિને કોરોનાનો પણ ચેપ લાગેલો છે.
આ બધાની વચ્ચે પૂર્વ રાષ્ટ્રપતિના સ્વાસ્થ્યને લઇને આવી રહેલા સમાચારોથી નારાજ તેના દીકરા તથા પૂર્વ સાંસદ અભિજીત મુખર્જીએ કહ્યું કે, મારા પિતા શ્રી પ્રણવ મુખર્જી હજુ જીવત છે, અને હેમોડાયનામિક રીતે સ્થિર છે.
મુખર્જીની દીકરી અને કોંગ્રેસ નેતા શર્મિષ્ઠાએ પણ ટ્વીટ કર્યુ કે મારા પિતા વિશે આવી રહેલા સમચારો ખોટા છે, હું અનુરોધ કરુ છું, ખાસ કરીને મીડિયાને કે મને ફોન ના કરે. જેથી હૉસ્પીટલમાંથી કોઇપણ જાણકારી આવતા સમયે મારો ફોન બિઝી ના રહે.
84 વર્ષીય પ્રણવ મુખર્જી પૂર્વ રાષ્ટ્રપતિ છે, તેમને વર્ષ 2012 થી 2017 સુધી ભારતના 13મા રાષ્ટ્રપતિ તરીકે પદભાર સંભાળ્યો હતો, આ પહેલા તે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓમાં સામેલ હતા.
આ પહેલા પ્રણવ મુખર્જીએ કોરોના વાયરસ પૉઝિટીવ આવવાની જાણકારી ટ્વીટ કરીને આપી છે. તેમને ટ્વીટ કરીને લખ્યું- આ વખતે હૉસ્પીટલની યાત્રા એક અલગ પ્રક્રિયા માટે. હું કોરોના વાયરસથી સંક્રમિત થયો છું. પ્રણવ મુખર્જીએ પોતાના ટ્વીટમાં લખ્યું છેલ્લા એક અઠવાડિયાથી જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તેમને અપીલ કરુ છુ કે તે દરેક ટેસ્ટ કરાવે, અને આઇસૉલેટ થઇ જાય.
પ્રણવ મુખર્જીને ભારતના ગણમાન્ય નેતાઓમાં સ્થાન મળેલુ છે, તેમને પોતાની કેરિયરમાં સારા કામો માટે એવોર્ડ પણ મળી ચૂક્યા છે. પ્રણવ મુખર્જીને ભારત રત્ન અને પદ્મ વિભૂષણ જેવા નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement