મોદીએ પંજાબમાં અધવચ્ચેથી પાછા ફરવું પડ્યું એ મુદ્દે ચન્નીએ શું કર્યો ખુલાસો ? મોદીને આવકારવા કેમ ના ગયા ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ચૂક મામલે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ દાવો કર્યો છે કે, વડાપ્રધાન મોદીની સુરક્ષામાં કોઈ ચૂક થઈ નથી
ચંદીગઢઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ચૂક મામલે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ દાવો કર્યો છે કે, વડાપ્રધાન મોદીની સુરક્ષામાં કોઈ ચૂક થઈ નથી. તેમણે દાવો કર્યો કે, મેં પોતે મોડી રાત સુધી વડાપ્રધાન મોદીની સુરક્ષાની તમામ વ્યવસ્થા જોઈ હતી. પહેલાંના કાર્યક્રમ પ્રમાણે વડાપ્રધાન મોદીએ હેલિકોપ્ટરથી આવવાનુ હતું પણ છેલ્લી ઘડીએ તેમનો રૂટ બદલી દેવાયો. મોદી રોડ માર્ગે આવ્યા અને રૂટ બદલાયો હોવાની અમને જાણ જ નહોતી કરાઈ.
પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે, મને ખેદ છે કે વડાપ્રધાન મોદીએ આજે ફિરોઝપુર જિલ્લાની મુલાકાત લીધા વિના અધવચ્ચેથી જ પરત ફરવું પડ્યું. અમે અમારા વડાપ્રધાનનું સન્માન કરીએ છીએ. મારે પણ ભઠિંડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે જવાનું હતું પરંતુ જે લોકો મારી સાથે આવવાના હતા તેઓ કોરોનાથી સંક્રમિત થઈ ગયા હતા. મને પણ કોરોનાનો ખતરો હોવાથી હું વડાપ્રધાનને આવકારવા ન જઈ શક્યો. હું કોરોના પોઝિટિવ આવેલા કેટલાંક લોકોના સંપર્કમાં હતો તેથી મેં વડાપ્રધાનને આવકારવા જવાનું ટાળ્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે પંજાબના ફિરોઝપુરમાં સરકારી કાર્યક્રમમાં હાજરી આપીને કેટલાક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવાના હતા પણ એક ફ્લાયઓવર પર ફસાઈ જતાં છેલ્લી ઘડીએ આ કાર્યક્રમને મોકૂફ રખાયો હતો. પહેલાં હવામાન ખરાબ હોવાનું તથા વરસાદ પડી રહ્યો હોવાને કારણે આ કાર્યક્રમ મોકૂફ રખાયો હોવાનું બહાર આવ્યું હતું પણ પછી સ્પષ્ટતા કરાઈ હતી કે, સુરક્ષામાં ચૂક થવાની આ કાર્યક્રમ રદ કરવો પડ્યો છે. વાસ્તવમાં ખેડૂતોએ રોડ બ્લોક કરી દેતાં મોદીના કાફલાએ રોકાઈ જવું પડ્યું હતું.
ચન્નીએ પોતાની સરકારનો બચાવ કર્યો છે પરંતુ ભાજપ અને ગૃહ મંત્રાલય દ્વારા દાવો કરાયો છે કે, વડા પ્રધાન મોદીના પ્રવાસની સમગ્ર જાણકારી પંજાબ સરકાર અને પોલીસને આપવામાં આવી હતી. વડા પ્રધાન મોદીના માર્ગવાળા રૂટની જાણકારી માત્ર પોલીસને હતી પરંતુ તેમ છતાં આટલી મોટી ચૂક થઈ અને તેમના કાફલાને રસ્તા વચ્ચે જ રોકી દેવાયો. ગૃહ મંત્રાલય તરફથી પંજાબ સરકાર પાસે એક વિસ્તૃત રિપોર્ટ માગવામાં આવ્યો છે.
PM Modi Punjab Rally: PM મોદીની ફિરોઝપુર રેલી રદ, ગૃહ મંત્રાલયે પંજાબ સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો
દેશમાં તરુણોની વેક્સિનને લઈને મોટા સમાચારઃ ત્રણ જ દિવસમાં એક કરોડથી વધુ તરુણોએ લીધો રસીનો પહેલો ડોઝ
Surat corona high alert : કોરોના કેસો વધતાં સુરત હાઈ એલર્ટ પર, જાણો મ્યુનિ. કમિશનરે શું આપ્યો આદેશ?