શોધખોળ કરો
PM મોદીના ભાષણ પર લાલૂએ કહ્યું, ‘નાટક બંધ કરો, ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે’

નવી દિલ્લી: પીએમ મોદીની યૂપીમાં પહેલી પરિવર્તન રેલી પછી આરજેડીના પ્રમુખ લાલૂ પ્રસાદે ટ્વીટ કરીને નિશાન સાંધ્યું છે. લાલૂએ ટ્વિટર પર લખ્યું છે ‘ખેડૂતોને પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થયું છે. પરંતુ તેનું કોઈ ખરીદનાર નથી. રબીના વાવેતરના પૈસા નથી. આવી કમરોમાં નીતિ બનાવનાર ખેડૂતોને ‘ક’ પણ ખબર નથી. મોદીએ ભાષણ દરમિયાન કાળાધનને લઈને વિપક્ષ પાર્ટીઓ વિરુદ્ધ નિશાન સાંધ્યું છે. જેના પછી તરત લાલૂએ પોતાની તીખી પ્રતિક્રિયા ટ્વિટર પર આપી હતી. તેમને સળંગ બે ટ્વિટ કર્યા હતા. પહેલી ટ્વીટમાં ખેડૂતોની સમસ્યાને નજરઅંદાજ કર્યા પછી ખરીખોટી સંભળાવી હતી. જ્યારે બીજી ટ્વિટમાં એવું કહ્યું કે ‘નાટક બંધ કરો. ખેડૂતો મરી રહ્યા છે, રબીનું વાવેતર કેવી રીતે કરશે. બીજ અને દવાઓ કેવી રીતે ખરીદશે?
Before You Go
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર





















