![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Covid-19: કોરોના કાળમાં ઘર બેઠા ઈલાજઃ ડૉક્ટર્સને ઘરે બોલાવી સારવાર લેવાનું ચલણ વધ્યું
તબીબો હવે હોમ વિઝિટ કરી લોકોને આપી રહ્યા છે સારવાર
![Covid-19: કોરોના કાળમાં ઘર બેઠા ઈલાજઃ ડૉક્ટર્સને ઘરે બોલાવી સારવાર લેવાનું ચલણ વધ્યું Now People taking doctor treatment at home in Covid time Covid-19: કોરોના કાળમાં ઘર બેઠા ઈલાજઃ ડૉક્ટર્સને ઘરે બોલાવી સારવાર લેવાનું ચલણ વધ્યું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/02/31270999ba04e2c069deb81f7360f5c2_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Covid-19: કોરોનાની ત્રીજી લહેરે દસ્તક દઇ દીધી છે. એમાંય ઓમિક્રોન વેરિયંટના ફૂંફાડાના કારણે સંક્રમિતોની સંખ્યા રોકેટ ગતિએ વધી રહી છે. આ સ્થિતિમાં તાવ, શરદી, ખાંસી જેવી સામાન્ય બીમારીમાં હવે અમદાવાદના લોકો હોસ્પિટલમાં જવાના સ્થાને ઘરે જ ડોક્ટરને બોલાવી સારવાર લેવાનું પસંદ કરી રહ્યા છે.
આ અંગે ડોક્ટર એટ ડોરસ્ટેપના સીઈઓ મયુર કાનાબારે જણાવ્યું કે, લોકોએ કોરોનાની બીજી ઘાતક લહેર જોઈ છે. તેથી કોરોનાનું સંક્રમણ કેટલી ઝડપથી ફેલાય છે અને તેનાથી શરીરને શું નુકસાન થાય છે તે બધા જાણે છે. આ સંજોગોમાં કોરોનાનો ચેપ ના લાગે તેની તકેદારી જાગૃત નાગરિકો રાખી રહ્યા છે. જો ઘરના કોઈ સભ્યને તાવ, શરદી કે ઉધરસ હોય તો તેઓ હોસ્પિટલમાં જવાના સ્થાને અમારી કંપનીનો સંપર્ક કરીને ઘરે જ ડોક્ટરની સેવા લેવાનું પસંદ કરે છે. કારણ કે તેનાથી દર્દીનો સમય બચે છે. તેનો ટ્રાન્પોર્ટેશન ખર્ચ બચે છે. દર્દીને કોરોના ન હોય તેવા સંજોગોમાં હોસ્પિટલમાં જવાથી કે બહાર નીકળવાથી ચેપ લાગવાનો પણ ખતરો રહેલો છે. આ બધાથી બચવા માટે અમદાવાદના અનેક લોકો થોડી ફી વધુ ચુકવીને પણ સારી અને સલામત સારવાર લેવાનું પસંદ કરી રહ્યા છે.
મયુરભાઈએ વધુમાં જણાવ્યું કે, અમારી કંપની ડૉક્ટર એટ ડોરસ્ટેપે અત્યાર સુધીમાં દોઢ હજારથી વધુ દર્દીઓને ઘરે સારવાર આપી છે અને ખૂબ સારું પરિણામ તેમને મળ્યું છે. અમારી પાસે ક્વોલિફાઈડ તબીબો અને નર્સ સહિતના સ્ટાફની ટીમ છે. દર્દીની જરૂરિયાત પ્રમાણે લોકો અમારી સેવાનો લાભ લઇ રહ્યા છે. જો કોઈ દર્દીને વધુ સારવાર કે હોસ્પિટલાઈઝેશનની જરૂરિયાત હોય તો તે અંગે પણ યોગ્ય માર્ગદર્શન આપી તેમને જરૂરી સુવિધા પણ અમે ઉપલબ્ધ કરાવીએ છીએ. તેથી જ કોરોનાની બીજી લહેર દરમિયાન પણ અમારી પાસે સારવાર લેવા આવનારા તમામ દર્દીઓ સાજા થયા છે. ઈમર્જન્સી કેસ સિવાય અન્ય તમામ દર્દો માટે પણ અમારી પાસે ઘરે સારવાર આપતી ટીમ ખડેપગે હાજર હોય છે.
આ પણ વાંચો..........
CDS Bipin Rawat : બિપિન રાવતના હેલિકૉપ્ટર ક્રેશનું શું છે કારણ, સામે આવી મોટી જાણકારી
IPO 2022: આ વર્ષે આવશે અનેક આઇપીઓ, જાણો શું કહે છે એક્સપર્ટ
વર્ષ 2022માં આ રાશિના લોકો પર શનિ દેવની રહેશે કૃપા
UPI Payment: ઇન્ટરનેટ વિના કેવી રીતે કરશો UPIથી પૈસા ટ્રાન્સફર, આ છે આખી પ્રક્રિયા
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)