શોધખોળ કરો
Advertisement
હવે વિમાન સેવા બનશે મોંઘી, ઉડ્ડયન મંત્રાલયે ભાડામાં કર્યો ધરખમ વધારો
સરકારના ભાડા વધારાના આ નિર્ણયથી વિમાની ભાડામાં 200થી 1800 રૂપિયાનો વધારો થશે.
દેશભરમાં હવે વિમાન પ્રવાસ મોંઘા થશે. રકારે જુદા-જુદા રૂટ્સ માટે ભાડામાં વધારો ઝીંક્યો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે લઘુતમ ભાડામાં 10 ટકા અને મહતમ ભાડામાં 30 ટકાનો વધારો કર્યો છે.
તો તમામ એયરલાઈંસ પહેલાની તેની પ્રવાસીઓને વિમાનમાં લઈ જવાની કુલ ક્ષમતાના 80 ટકા સુધી પ્રવાસીઓ હવે વિમાનમાં લઈ જઈ શકે. 31 માર્ચ સુધી આ નિયમ અમલમાં રહેશે. સરકારના ભાડા વધારાના આ નિર્ણયથી વિમાની ભાડામાં 200થી 1800 રૂપિયાનો વધારો થશે.
આ નવી લિમિટ 2021ની 31 માર્ચ સુધી અથવા નવો આદેશ ન મળે ત્યાં સુધી લાગુ રહેશે, એમ મંત્રાલયે જણાવ્યું છે. દેશમાં શેડ્યૂલ્ડ ડોમેસ્ટિક વિમાન સેવા ગયા વર્ષની 21 મેથી ફરી શરૂ કરવામાં આવી હતી ત્યારે મંત્રાલયે વિમાનભાડાં પર મર્યાદા મૂકી હતી. ફ્લાઈટની અવધિના આધારે સાત બેન્ડ વર્ગીકૃત કરવામાં આવ્યા હતા. દાખલા તરીકે, 40 મિનિટથી ઓછી અવધિવાળા બેન્ડની ફ્લાઈટના ભાડા માટે લોઅર લિમિટ રૂ. 2000થી વધારી 2,200 કરાઈ છે જ્યારે અપર લિમિટ રૂ. 6,000થી વધારીને રૂ. 7,800થી કરાઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement