શું હવે કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારોના કેસો ફરીથી ખુલશે? DGPએ આપ્યો જવાબ
કાશ્મીરમાં 1989-90 દરમિયાન, કાશ્મીરી પંડિતો પર આતંકવાદીઓ દ્વારા કરાયેલા અત્યાચારો અને સ્થાનિક લોકોની ભૂમિકાને લઈને ફરી એકવાર મોટો પ્રશ્ન ઊભો થયો છે, જ્યારે ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ હેડલાઇન્સમાં છે.
કાશ્મીરમાં 1989-90 દરમિયાન, કાશ્મીરી પંડિતો પર આતંકવાદીઓ દ્વારા કરાયેલા અત્યાચારો અને સ્થાનિક લોકોની ભૂમિકાને લઈને ફરી એકવાર મોટો પ્રશ્ન ઊભો થયો છે, જ્યારે ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ હેડલાઇન્સમાં છે. આ ફિલ્મ જોયા બાદ એક મોટો વર્ગ આ કેસોની ફરી તપાસની માંગ ઉઠાવી રહ્યો છે અને આ ઘટનાઓ માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યો છે. આ દરમિયાન, જમ્મુ-કાશ્મીરના ડીજીપીએ આ પ્રશ્ન પર કહ્યું છે કે જો કોઈ ખાસ વાત સામે આવશે તો અમે તેના પર ધ્યાન આપીશું.
If something specific comes up, we will pay attention to it: Jammu and Kashmir DGP Dilbagh Singh on reopening FIRs lodged by Kashmiri Pandits (during 90s) following the release of #KashmirFiles pic.twitter.com/ME15YDzp2P
— ANI (@ANI) March 22, 2022
કાશ્મીર ફાઇલ્સ રિલીઝ થયા બાદ જમ્મુ અને કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે 90ના દાયકા દરમિયાન કાશ્મીરી પંડિતો દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરને ફરીથી ખોલવા પર કહ્યું, જો કંઈક વિશેષ અમારા ધ્યાનમાં આવશે તો અમે તેના પર ધ્યાન કેન્દ્રિત કરીશું. ડીજીપીના નિવેદનના થોડા દિવસો પહેલા, દિલ્હીની એક અદાલતે આતંકવાદના કેસમાં જેકેએલએફના વડા મોહમ્મદ યાસિન મલિક અને અન્યો સામે ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (યુએપીએ) હેઠળ આરોપો ઘડવાનો આદેશ આપ્યો છે.
તમને જણાવી દઈએ કે દિલ્હીની એક અદાલતે 2017માં કાશ્મીરનો માહોલ ખરાબ કરતી કથિત આતંકવાદી ગતિવિધિઓ સાથે સંકડાયેલ જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટના પ્રમુખ મોહમ્મદ યાસીન મલિક સહિત અન્ય સાને યૂએપીએ હેઠળ આરોપ નક્કી કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે લશ્કર-એ-તૈયબાના સ્થાપક હાફિઝ સઈદ, હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીન અને અલગતાવાદી નેતાઓ યાસીન મલિક, શબીર શાહ, મસરત આલમ સહિત અન્યો સામે UAPA અને ભારતીય દંડ સંહિતા (IPC)ની વિવિધ કલમો હેઠળ ગુનાહિત ષડયંત્ર માટે કેસ દાખલ કર્યો હતો. તેની સામે યુદ્ધ છેડવું અને ગેરકાયદેસર અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં તેની સંડોવણીના સંબંધમાં આરોપો ઘડવા આદેશ આપ્યો હતો.
કોર્ટે હાફિઝ મોહમ્મદ સઈદ, મોહમ્મદ યુસુફ શાહ, આફતાબ અહેમદ શાહ, અલ્તાફ અહેમદ શાહ, નઈમ ખાન, ફારૂક અહેમદ ડાર, મોહમ્મદ અકબર ખાંડે, રાજા મેહરાજુદ્દીન કલવાલ, બશીર અહમદ ભટ, ઝહૂર અહેમદ શાહ વટાલી, શબ્બીર અહેમદ શાહ, મસરત આલમ, અબ્દુલ રશીદ શેખ અને નવલ કિશોર કપૂર પર પણ આરોપ મૂકવામાં આવ્યા છે.