શોધખોળ કરો
Advertisement
ચૂંટણી અગાઉ CM મનોહર લાલ ખટ્ટરે કહ્યુ- હરિયાણામાં પણ NRC લાગુ કરીશું
મુખ્યમંત્રીએ પંચકૂલામાં પૂર્વ નેવી ચીફ સુનિલ લાંબા અને પૂર્વ જસ્ટિસ એચએસ ભલ્લા સાથે મુલાકાત કરી હતી.
નવી દિલ્હીઃ આસામ એનઆરસી લિસ્ટને લઇને ચાલી રહેલા વિવાદ વચ્ચે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે, તે હરિયાણામાં પણ નેશનલ રજિસ્ટર ઓફ સિટિજન્સ લાગુ કરશે. મુખ્યમંત્રીએ પંચકૂલામાં પૂર્વ નેવી ચીફ સુનિલ લાંબા અને પૂર્વ જસ્ટિસ એચએસ ભલ્લા સાથે મુલાકાત બાદ કહ્યું કે, અમે હરિયાણામાં એનઆરસી લાગુ કરીશું.
મુખ્યમંત્રી ખટ્ટરે ઓક્ટોબરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહા સંપર્ક અભિયાન ચલાવી રહ્યા છીએ. તેમણે જસ્ટિસ ભલ્લા સાથે મુલાકાત બાદ કહ્યું કે, અમે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી છે. જસ્ટિસ ભલ્લા રિટાયરમેન્ટ બાદ અનેક મુદ્દાઓ પર કામ કરી રહ્યા છે. તે એનઆરસી પર પણ કામ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં આસામનો પ્રવાસ કરીશું. મે કહ્યુ કે અમે હરિયાણામાં એનઆરસીને લાગુ કરીશું. અમે ભલ્લા પાસેથી સમર્થન અને ભલામણો માંગી છે.
નોંધનીય છે કે તાજેતરમાં જ એનઆરસીની અંતિમ યાદી જાહેર કરાઇ હતી. જેમાંથી 19 લાખથી વધુ લોકોને બહાર કરાયા હતા. આ લિસ્ટને લઇને ખૂબ વિવાદ ચાલી રહ્યો છે. વિપક્ષી દળોનું કહેવું છે કે આ લિસ્ટમાં અનેક ગરબડ થઇ છે. ભાજપ પશ્વિમ બંગાળ અને અન્ય રાજ્યોમાં પણ એનઆરસી લાગુ કરવાની વાત કરી રહ્યો છે. જ્યારે ટીએમસી, કોગ્રેસ, જેડીયુ સહિત અનેક પાર્ટીઓ તેનો વિરોધ કરી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
આરોગ્ય
Advertisement