(Source: Poll of Polls)
Odisha Train Accident: ઓરિસ્સા ટ્રેન અકસ્માતને લઈ ઈમરજન્સી નંબર જાહેર, 50 મુસાફરોના મોત
Odisha Train Accident: કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન બાલાસોર જિલ્લાના બહાનાગા રેલવે સ્ટેશન નજીક પાટા પરથી ઉતરી જવાને કારણે દુર્ઘટના ગ્રસ્ત થઈ હતી. આ અકસ્માતમાં 50થી વધુ લોકોના મોત થયાના સમાચાર છે.
Odisha Train Accident: કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન બાલાસોર જિલ્લાના બહાનાગા રેલવે સ્ટેશન નજીક પાટા પરથી ઉતરી જવાને કારણે દુર્ઘટના ગ્રસ્ત થઈ હતી. આ અકસ્માતમાં 50થી વધુ લોકોના મોત થયાના સમાચાર છે, જ્યારે 200થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. ઓડિશાના મુખ્ય સચિવે જણાવ્યું કે 132 ઘાયલ મુસાફરોને સોરો અને ગોપાલપુર સીએચસીમાં ખસેડવામાં આવ્યા છે. ગંભીર રીતે ઘાયલ મુસાફરોને સારવાર માટે રીફર કરવામાં આવશે.
#UPDATE | Odisha CM directs state minister Pramila Mallik and Special Relief Commissioner (SRC) to reach the accident site immediately. Minister and SRC are heading towards the incident place. https://t.co/B1MvpyKwoL
— ANI (@ANI) June 2, 2023
બચાવ કામગીરી માટે ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. SDRFની ટીમો પણ સ્થળ પર હાજર છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર કોરોમંડલ એક્સપ્રેસના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. તેમણે કહ્યું કે આ દુર્ઘટના બહાનાગા બજાર સ્ટેશન પાસે સાંજે લગભગ 7.20 વાગ્યે થઈ હતી.
વિશેષ રાહત કમિશનરના કાર્યાલયે જણાવ્યું હતું કે, બાલાસોરના કલેક્ટરને પણ તમામ જરૂરી વ્યવસ્થા કરવા માટે સ્થળ પર પહોંચવા અને રાજ્ય સ્તરેથી કોઈ વધારાની મદદની જરૂર હોય તો SRCને જાણ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
CM મમતા બેનર્જીએ શું કહ્યું?
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે તેઓ આ દુર્ઘટનાથી આશ્ચર્યચકિત છે. તેમણે કહ્યું કે અમે અમારા લોકોના ભલા માટે ઓરિસ્સા સરકાર અને દક્ષિણ પૂર્વ રેલવે સાથે સંકલન કરી રહ્યા છીએ. અમારો ઈમરજન્સી કંટ્રોલ રૂમ તાત્કાલિક સક્રિય થઈ ગયો છે. તેનો સંપર્ક નંબર 033- 22143526/22535185 છે. બચાવ માટે તમામ પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે.
બેનર્જીએ કહ્યું કે અમે ઓરિસ્સા સરકાર અને રેલ્વે અધિકારીઓને સહકાર આપવા અને બચાવ કામગીરીમાં મદદ કરવા માટે 5-6 સભ્યોની ટીમ ઘટનાસ્થળે મોકલી રહ્યા છીએ. મુખ્ય સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે હું વ્યક્તિગત રીતે પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છું.
રેલવેએ ઈમરજન્સી નંબર જારી કર્યો
ભારતીય રેલ્વેએ ફસાયેલા મુસાફરોના સંબંધીઓને વધુ મદદ માટે એક નંબર જારી કર્યો છે. જો કોઈપણ પ્રવાસને તેના પરિવારના સભ્ય વિશે માહિતી જોઈતી હોય, તો તે +91 6782 262 286, 8972073925, 9332392339, 8249591559, 7978418322 અને 9903370746 પર સંપર્ક કરી શકે છે.
તમને જણાવી દઈએ કે 12841 શાલીમાર - મદ્રાસ કોરોમંડલ એક્સપ્રેસ શાલીમારથી બપોરે 3.20 વાગ્યે ઉપડે છે અને કુલ 1656 કિલોમીટરનું અંતર કાપે છે. બીજા દિવસે સાંજે 4.50 વાગ્યે રામચંદ્રન સેન્ટ્રલ રેલવે સ્ટેશન (ચેન્નઈ) પહોંચે છે. બાલાસોર પાસે ટ્રેનને અકસ્માત નડ્યો હતો. આ ટ્રેન સાંજે 6.32 વાગ્યે બાલાસોર પહોંચે છે.