શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ટ્રક ડ્રાઈવરને પકડાવ્યો 86,000 રૂપિયાનો મેમો, 5 કલાક સુધી દલીલ કર્યા બાદ આટલા રૂપિયા ઓછા કરાવ્યા
મેમોની કોપી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જે 3 સપ્ટેમ્બર, 2019ના રોજ ફાડવામાં આવ્યો હતો.
નવી દિલ્હીઃ ઓડિશાના સંબલપુર જિલ્લામાં ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બાદ એક ટ્રક ડ્રાઈવર પર વિતેલા સપ્તાહે 86,500 રૂપિયાનો મેમો ફાટ્યો હતો. નવા મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત દેશભરમાં આ અત્યાર સુધીનો સૌથી વધારે દંડ છે. ડ્રક ડ્રાઈવર અશોક જાધવ પર ત્રણ સપ્ટેમ્બરના રોજ દંડ લગાવવામાં આવ્યો હતો, પરંતુ શનિવારે સાંજે ચલણની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
મેમોની કોપી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જે 3 સપ્ટેમ્બર, 2019ના રોજ ફાડવામાં આવ્યો હતો. 6 સપ્ટેમ્બરે દંડની રકમ ચૂકવ્યા બાદ ડ્રાઈવરને ટ્રક લઈ જવા દેવાયો હતો.
સંબલપુરના ક્ષેત્રીય પરિવહન અધિકારી લલિત મોહન બેહરાએ જણાવ્યું કે ડ્રાઇવરને અનાધિકૃત વ્યક્તિ પાસે ડ્રાઇવ કરાવા માટે 5 હજાર, લાઇસન્સ વિના ડ્રાઇવિંગ માટે 5 હજાર, ઓવરલોડિંગ માટે 56 હજાર, મર્યાદા કરતાં વધારે મોટો સામાન લઇ જવા માટે 20 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
ચાલકને 86,500 રૂપિયા દંડ ચુકવવાનો હતો પરંતુ ડ્રાઇવરે અધિકારીઓ સામે પાંચ કલાક દલીલ કરી જે બાદ તેણે 70 હજાર રૂપિયા ચુકવ્યાં. ટ્રક નાગાલેન્ડની એક કંપની BLA ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના નામે હતો. ટ્રકમાં JCB મશીન લોડ હતું, જેને છત્તીસગઢ લઇ જવામાં આવી રહ્યું હતુ.
જણાવી દઇએ કે 1 સપ્ટેમ્બરથી કેન્દ્રીય મોટર વ્હીકલ અધિનિયમ અંતર્ગત નવી જોગવાઇઓ લાવવામાં આવી ચુકી છે જેની હેઠળ નિયમોનો ભંગ કરવા પર ભારે દંડ ચુકવવો પડી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion