(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં Omicron થી મોત થતાં ફફડાટ
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા 2135 થઈ છે
Omciron Cases India: દેશમાં હવે ઓમિક્રોનથી મોત થવાની શરૂઆત થઈ ગઈ છે. રાજસ્થાનમાં ઓમિક્રોનથી પ્રથમ મોત થયું છે. ફેડરલ હેલ્થ મિનિસ્ટ્રીના સત્તાધીશોએ આની પુષ્ટિ કરી છે.
ભારતમાં કેટલા છે ઓમિક્રોનના કેસ
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા 2135 થઈ છે. મહારાષ્ટ્ર અને દિલ્હીમાં સૌથી વધુ કેસ છે. મહારાષ્ટ્રમાં 653 અને દિલ્હીમાં 464 ઓમિક્રોન દર્દી નોંધાયા છે. ઓમિક્રોનના 2135 દર્દીમાંથી 828 રિકવર થઈ ગયા છે.
દેશમાં કોરોનાની શું છે સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 58,097 નવા કોવિડ કેસ નોંધાયા છે અને 15,389 લોકો સાજા થયા છે. જ્યારે 534 લોકોના કોરોનાથી નિધન થયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 4.18 ટકા છે. હાલ એક્ટિવ કેસ 2,14,0004 છે. જ્યારે કુલ 3,43,21,803 લોકો કોરોનાને મ્હાત આપી ચુકયા છે. કોરોનાથી અત્યાર સુધીમાં 4.82 લાખથી વધુ લોકોના નિધન થયા છે.
કોરોનાને લઈ કેન્દ્ર સરકારની શું છે નવી ગાઈડલાઈન
કોરોનાની સંભિવત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર જે ગાઈડ લાઈન બહાર પાડી છે. જેમાં કહેવાયુ છે કે, કોરોનાના સાવ હળવા લક્ષણ ધરાવતા દર્દીઓને પોઝિટિવ આવ્યાના સાત દિવસ બાદ અને સતત ત્રણ દિવ સુધી તાવ નહીં આવે તો હોમ આઈસોલેશનમાંથી મુક્તિ આપવામાં આવશે અને આઈસોલેશન ખતમ થઈ જશે. સાથે સાથે સ્વાસ્થય મંત્રાલયે કહયુ છે કે, હોમ આઈસોલેશનનો સમય સમાપ્ત થયા બાદ ફરી ટેસ્ટ કરાવવાની જરુર નથી. હોમઆઈસોલેશનની ગાઈડલાઈનનો યોગ્ય રીતે અમલ થઈ શકે તે માટે રાજ્યોને કંટ્રોલ રુમો યોગ્ય રીતે કાર્યરત રાખવા કહેવામાં આવ્યુ છે.કંટ્રોલ રુમનુ કામ હોમઆઈસોલેશનના દર્દીઓ પર નજર રાખવાનુ હશે.જેથી જરુર પડે તો દર્દીની તબિયત બગડે તો તેને હોસ્પિટલમાં દાખલ કરાવી શકાય.
જે ઘરડા દર્દીઓ છે તેમને ડોકટરની સલાહ પ્રમાણે હોમ આઈસોલેશનમાં રહેવા માટે પરવાનગી અપાશે.હળવા લક્ષણ ધરાવતા દર્દીઓ ઘરે આઈસોલેટ થઈ શકશે.દર્દીઓને ટ્રિપલ લેયર માસ્ક પહેરવાની અને વધારેમાં વધારે લિકવિડ લેહાની પણ સલાહ આપવામાં આવી છે. જેમને લક્ષણ નથી અને ઓક્સિજન લેવલ 93 ટકા કરતા વધારે છે તેમને હોમ આઈસોલેશનમાં રહેવા માટે પરવાનગી આપી શકાશે.આવા દર્દીઓ સાથે જિલ્લા સ્તર પર કાર્યરત કંટ્રોલ રુમ થકી સંપર્ક રખાશે.