Omicron Cases India: ગુજરાતમાં ઓમિક્રોનના કેસ 100 નજીક, જાણો દેશમાં કયા રાજ્યમાં કેટલા છે કેસ
Omicron Update: દેશમાં કોરોનાના કેસની સાથે ઓમિક્રોન કેસ પણ વધી રહ્યા છે. ભારતમાં ઓમિક્રોન સંક્રમિતોનો આંકડો 1000 નજીક પહોંચી ગયો છે.
Omicron Cases India: દેશમાં કોરોનાના કેસની સાથે ઓમિક્રોન કેસ પણ વધી રહ્યા છે. ભારતમાં ઓમિક્રોન સંક્રમિતોનો આંકડો 1000 નજીક પહોંચી ગયો છે, જે ચિંતાની વાત છે. દેશમાં ઓમિક્રોનના કુલ 961 કેસ નોંધાયા છે, જેમાંથી 320 લોકો સાજા થઈ ગયા છે.
દેશમાં ઓમિક્રોનના કેટલા કેસ
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં 22 રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશમાં ઓમિક્રોનના કુલ કેસ 961 પર પહોંચ્યા છે. જેમાંથી 320 લોકો સાજા થઈ ગયા છે. દિલ્હી અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ છે. દિલ્હીમાં 263, મહારાષ્ટ્રમાં 252, ગુજરાતમાં 97, રાજસ્થાનમાં 69, કેરળમાં 65, તેલંગાણામાં 62, તમિલનાડુમાં 45, કર્ણાટકમાં 34, આંધ્રપ્રદેશમાં 16, હરિયાણામાં 12, પશ્ચિમ બંગાળમાં 11, મધ્યપ્રદેશમાં 9, ઓડિશામાં 9, ઉત્તરાખંડમાં 4, ચંદીગઢ અને જમ્મુ-કાશ્મીરમાં 3-3, ઉત્તરપ્રદેશમાં 2, ગોવા, હિમાચલ પ્રદેશ, લદ્દાખ, મણિપુર અને પંજાબમાંમાં 1-1 કેસ નોંધાયા છે.
બે-ત્રણ દિવસમાં જ થઈ જાય છે બમણા કેસ
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનદ્વારા 'સત્તાવાર રીતે' જાહેર કરવામાં આવ્યું છે કે, કોવિડ-૧૯ના વેરીઅન્ટ ઓમિક્રોનનો ખતરો ઘણો વધુ છે. વુ દ્વારા અપાયેલાં તાજાં અપડેટમાં જણાવ્યું છે કે, 24 નવેમ્બરે દ.આફ્રિકામાં આ વેરીઅન્ટનો સૌથી પહેલો કેસ મળી આવ્યો હતો. પરંતુ ત્યાં હવે ઓમીક્રોન-કેસોમાં ઘટાડો નોંધાયો છે. પરંતુ તેના કેસો ઈંગ્લેન્ડ અને અમેરિકામાં વધી રહ્યા છે. ત્યાં ઓમિક્રોનની સૌથી વધુ અસર છે. સંસ્થા દ્વારા સૌથી વધુ ગંભીર વાત તો તે કહેવામાં આવી છે કે, ઓમિક્રોનના કેસ બે કે ત્રણ દિવસમાં જ બમણા થઈ જાય છે. તેથી તે વધુ જોખમી છે.
ઓમિક્રોન સામે કેવી રીતે બચાવશો તમારી જાતને
- જો તમે રસી મેળવવા માટે લાયક છો, તો શક્ય તેટલી વહેલી તકે રસી મેળવો.
- ભીડવાળી જગ્યાઓથી પોતાને દૂર રાખો.
- જો બહાર જવું ખૂબ જ જરૂરી હોય તો માસ્ક પહેરીને જ બહાર નીકળો.
- જો તમને ચેપના લક્ષણો દેખાય, તો કોરોના ટેસ્ટ કરાવો.
- જો તમને ચેપ વિશે ખબર પડી છે, તો પછી તમારી જાતને અન્ય લોકોથી અલગ કરો.