Omicron Update: ડોક્ટરનો દાવોઃ ‘ઓમિક્રોનને ફેલાવો દો, તમામ લોકોમાં વિકસિત થઈ જશે ઈમ્યુનિટી’, જાણો વિગત
Omicron News: ડોકટરો દાવો કરે છે કે ઓમિક્રોન ફેફસાંમાં પહોંચે છે અને ડેલ્ટા કરતા ખૂબ ધીમી ગતિએ ચેપ ફેલાવે છે. તેથી, ઓમિક્રોન સંક્રમિત લોકોને ઓક્સિજન સપોર્ટની જરૂર નથી.
Omicron: કોરોના વાયરસના ઓમિક્રોન પ્રકારે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે. તાજેતરના અભ્યાસ પ્રમાણે ઓમિક્રોન લોકોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેના કારણે નવા સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. જો કે, વૈજ્ઞાનિકોએ આના કારણે થયેલા મૃત્યુને લઈને કોઈ મોટો દાવો કર્યો નથી. આમ છતાં સંશોધકો હજી પણ સમગ્ર વિશ્વને અપીલ તેની અસર જોવાનું બંધ કરીને અને સંપૂર્ણ સાવચેતી રાખવાની અપીલ કરી રહ્યા છે.
કોણે કર્યો આ દાવો
ઘણા ડોકટરો દ્વારા ઓમિક્રોન ઘણું ઓછો ઘાતક હોવાનો દાવો કરી રહ્યા છે. તેથી, લોકડાઉન અને કર્ફ્યુ લાદીને તેને રોકવાને બદલે સરકારોએ તેને સમગ્ર વસ્તીમાં ફેલાવા દેવો જોઈએ. જે ડોકટરો વતી આ વાત કહેવામાં આવી છે તેમાં એક મોટું નામ અમેરિકન ડોક્ટર અફશાઈન ઈમરાનીનું છે, જે લોસ એન્જલસના જાણીતા હાર્ટ સ્પેશિયાલિસ્ટ છે અને કોરોના મહામારી દરમિયાન સેંકડો કોરોના દર્દીઓને હેન્ડલ કરવામાં મદદ કરી હતી.
શું છે ડોક્ટરોનો તર્ક?
- ડૉ. ઈમરાની સહિત અન્ય ઘણા રિસર્ચર્સ કહે છે કે ઓમિક્રોન વેરિઅન્ટ ડેલ્ટા વેરિઅન્ટ કરતાં ઘણો ઓછો ઘાતક છે. તેની ઓછી ઘાતકતાને કારણે ન તો લોકો ગંભીર રીતે બીમાર થશે અને ન તો તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડશે.
- યુકે અને દક્ષિણ આફ્રિકાના આરોગ્ય વિભાગના સ્વાસ્થ્ય વિભાગના સ્ટડીઝમાં એમ જણાવાયું છે કે, ઓમિક્રોનથી સંક્રમિત લોકોને અન્ય પ્રકારો કરતાં 70 ટકા ઓછું હોસ્પિટલમાં દાખલ થવું પડે છે.
- એટલું જ નહીં, ઓમિક્રોનથી લોકોના મૃત્યુની શક્યતા પણ ઘણી ઓછી છે. આ સાથે તેમનામાં કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ પણ વિકસિત થશે, જે લાંબા સમય સુધી તેમની સાથે રહેશે અને અહીંથી કોરોના મહામારીનો અંત શરૂ થશે.
વૈજ્ઞાનિકોના આમ કહેવા પાછળનું તર્ક શું છે?
ઓમિક્રોન વેરિઅન્ટ ડેલ્ટાની તુલનામાં હવામાં 70 ગણી ઝડપથી આગળ વધે છે, તેથી તેની પ્રસારની ઝડપ નોંધપાત્ર રીતે ઝડપી છે. પરંતુ તે શા માટે લોકોને ડેલ્ટા વેરિઅન્ટની જેમ બીમાર નથી બનાવતા તેની પાછળના સંશોધનમાં જાણવા મળ્યું છે કે ઓમિક્રોન વેરિઅન્ટ ફેફસા અને શ્વાસનળીને જોડતી નળીમાં ઝડપથી વધે છે. જ્યારે ફેફસાં પર તેની વધુ અસર થતી નથી.
ડોકટરો દાવો કરે છે કે ઓમિક્રોન ફેફસાંમાં પહોંચે છે અને ડેલ્ટા કરતા ખૂબ ધીમી ગતિએ ચેપ ફેલાવે છે. તેથી, ઓમિક્રોન સંક્રમિત લોકોને ઓક્સિજન સપોર્ટની જરૂર નથી. આ ઉપરાંત આપણી શ્વાસનળીમાં મ્યુકોસલ ઇમ્યુન સિસ્ટમ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કેન્દ્ર છે. તેથી જેવો ઓમિક્રોન અહીં ફેલાવાનો શરૂ થાય છે આ કેન્દ્ર આપોઆપ સક્રિય થઈ જાય છે અને તેમાંથી નીકળેલા એન્ટિબોડીઝ ઓમિક્રોનને મારી નાખે છે. એટલે કે, ઓમિક્રોન શરીરમાં જ ગંભીર રોગ તરીકે વૃદ્ધિ પામી શકતું નથી. તેથી ઓમિક્રોન એક વરદાન સમાન છે.
શું આ દાવાઓ પર વિશ્વાસ કરી શકાય?
કોરોનાની પ્રથમ લહેર દરમિયાન, કોરોનાના ભયને દૂર કરવા માટે ઘણા દાવા કરવામાં આવ્યા હતા. જેમાં ડૉ. ઈમરાની સહિત વિશ્વભરના અન્ય ઘણા વૈજ્ઞાનિકોના દાવાઓનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું હતું કે લોકડાઉનથી કોરોના કેસ અને મૃત્યુને રોકવામાં વધુ ફાયદો થશે નહીં અને સ્વીડનનો લોકડાઉન ન લગાવવાનો નિર્ણય એકદમ સાચો હતો. ડૉ. ઈમરાનીએ યુવાન અને સ્વસ્થ લોકોને રસી ન આપવાની પણ હિમાયત કરી હતી. જોકે, પાછળથી તેના દાવા ખોટા સાબિત થયા હતા. આનું સૌથી મોટું ઉદાહરણ સ્વીડનમાં જ જોવા મળ્યું હતું, જ્યાં સરકારે લોકડાઉન લાગુ કરવાનો ઇનકાર કર્યો હતો. આની અસર એ થઈ કે સ્વીડન તેના પડોશી દેશો (નોર્વે, ફિનલેન્ડ અને ડેનમાર્ક)ની તુલનામાં કોરોનાથી સૌથી વધુ સહન કરવું પડ્યું હતું. બીજી તરફ તેમનો તે દાવો પણ ખોટા સાબિત થયો હતો જેમાં તેમણે કહ્યું હતું કે સ્વસ્થ અને યુવાનોને રસીની જરૂર પડશે નહીં. ડેલ્ટા ફાટી નીકળ્યા દરમિયાન, એવું જાણવા મળ્યું કે આ પ્રકાર પહેલેથી જ બીમાર લોકો તેમજ સ્વસ્થ લોકોમાં ગંભીર બીમારીનું કારણ બને છે. આ સાથે બાળકો પણ મોટી સંખ્યામાં સંક્રમિત જોવા મળ્યા હતા. એટલે કે રસી લીધા વગરના યુવાનો અને તંદુરસ્ત લોકો પર કોરોનાનું જોખમ સતત વધતું ગયું હતું.
ઓમિક્રોન સામે કેવી રીતે બચાવશો તમારી જાતને
- જો તમે રસી મેળવવા માટે લાયક છો, તો શક્ય તેટલી વહેલી તકે રસી મેળવો.
- ભીડવાળી જગ્યાઓથી પોતાને દૂર રાખો.
- જો બહાર જવું ખૂબ જ જરૂરી હોય તો માસ્ક પહેરીને જ બહાર નીકળો.
- જો તમને ચેપના લક્ષણો દેખાય, તો કોરોના ટેસ્ટ કરાવો.
- જો તમને ચેપ વિશે ખબર પડી છે, તો પછી તમારી જાતને અન્ય લોકોથી અલગ કરો.