Covid-19: આગામી અઠવાડિયા સુધી દેશના કયા કયા શહેરોમાં કોરોના પીક પર આવી જવાનો એક્સપર્ટે કર્યો દાવો, જાણો
ઝડપથી સંક્રમણની વચ્ચે એક્સપર્ટે આગામી અઠવાડિયા સુધી દિલ્હી અને મુંબઇ જેવા મોટા શહેરોમાં કોરોના કેસો ચરમ પર પહોંચે તેવી આશંકા વ્યક્ત કરી છે.
Covid-19 Cases in India: દેશમાં કોરોનાએ ફરી એકવાર તોફાન મચાવવાનુ શરૂ કરી દીધુ છે. કૉવિડ-19 સંક્રમણના કેસો ઝડપથી વધી રહ્યાં છે. આ બધાની વચ્ચે એક્સપર્ટેનુ કહેવુ છે કે, ભારતમાં કેટલાક મોટા શહેરોમાં આગામી અઠવાડિયા સુધીમાં કોરોનાના કેસો પીક પર રહેશે. ઝડપથી સંક્રમણની વચ્ચે એક્સપર્ટે આગામી અઠવાડિયા સુધી દિલ્હી અને મુંબઇ જેવા મોટા શહેરોમાં કોરોના કેસો ચરમ પર પહોંચે તેવી આશંકા વ્યક્ત કરી છે.
ગયા વર્ષે મે બાદ આ સમયે દેશમાં સંક્રમણના કેસોમાં ખુબ મોટો ઉછાળો આવ્યો છે. ગુરુવારે 2 લાખ 47 હજાર 417 કેસો સામે આવ્યા છે, જે એક મહિના પહેલાના દૈનિક કેસોથી 30 ગણા વધુ છે. દેશભરમાં ડેલ્ટા વેરિએન્ટની જગ્યાએ ઓમિક્રૉન વેરિએન્ટ સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે.
દિલ્હી-મુંબઇમાં પીક પર રહેશે કોરોનાના કેસો-
દિલ્હીમાં અશોક યૂનિવર્સિટી (Ashoka University)માં જીવ વિજ્ઞાન અને ભૌતિકના પ્રૉફેસર ગૌતમ મેનન (Gautam Menon) એ કહ્યું કે, અમારી મૉડલિંગ અને બીજાના મૉડલથી પણ જાણવા મળ્યુ છે કે, ભારતના મોટા શહેરોમાં 20 જાન્યુઆરીની આસપાસ કોરોનાના કેસો પીક પર આવી શકે છે.
જોકે, એક્સપર્ટેનુ કહેવુ છે કે, જોકે ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયાની શરૂઆતમાં સંક્રમણના કેસો વધુ ઝડપથી વધી શકે છે, અને આ દરમિયાન સંક્રમણ પીક પર હશે.
આ પણ વાંચો.....
IBPS Clerks Results: IBPS ક્લાર્ક XI પ્રારંભિક પરીક્ષાનું પરિણામ જાહેર થયું
Ayurveda Tips: શિયાળામાં ડૈંડ્રફની સમસ્યાને આ આયુર્વૈદિક ઉપચારથી કરો દૂર, વાળ ખરતા પણ થશે બંધ
શું આપને ગેસ અને એસિડીટિના કારણે સતત માથામાં રહે છે દુખાવો? આ છે તેનો રામબાણ ઇલાજ
આધારકાર્ડના નંબરથી આ રીતે થઇ શકે છે ફ્રોડ, સેફ્ટી માટે આ 10 ટિપ્સને કરો ફોલો
બિકીનીમાં ધમાલ મચાનારી આ હૉટ એક્ટ્રેસને કોંગ્રેસે આપી ટિકીટ, યુપીમાં કઇ બેઠક પરથી લડશે ચૂંટણી, જાણો