
Omicronના ડરના કારણે દિલ્હીમાં નવા નિયંત્રણો લગાવાયા, જાણો શું અપાઇ છે છૂટ?
દેશમાં ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે. દિલ્હીમાં ઓમિક્રોન વેરિઅન્ટના 55 કેસ નોંધાઇ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના નવા 125 કેસ આવ્યા છે

નવી દિલ્હીઃ દેશમાં ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે. દિલ્હીમાં ઓમિક્રોન વેરિઅન્ટના 55 કેસ નોંધાઇ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના નવા 125 કેસ આવ્યા છે જે 22 જૂન બાદ સૌથી વધુ છે. સંક્રમણની ઝડપને જોતા દિલ્હી સરકારે અનેક નવા નિયંત્રણો લગાવ્યા છે. ક્રિસમસ અને ન્યૂ યર પાર્ટીઓથી કોરોના સંક્રમણ ફેલાશે તેવા ડરને જોતા દિલ્હીમાં ઉજવણી પર રોક લગાવી દીધી છે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ આદેશ આપ્યો છે કે જો કોઇ ભંગ કરશે તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામા આવશે.
ક્રિસમના અવસર પર ભીડ એકઠી થતા કોરોના ફેલાશે તેવી આશંકા છે. જેથી સાર્વજનિક સ્થળો પર ક્રિસમસની ઉજવણી પર રોક લગાવી દીધી છે. ન્યૂ યરમાં પણ કોઇ પાર્ટી કે સાર્વજનિક સ્થળ પર ઉજવણી પર રોક લગાવવામાં આવી છે. પરંતુ તમે ઘરમાં ક્રિસમસની ઉજવણી કરી શકો છો. બજારો પર કોઇ પ્રતિબંધ લગાવાયા નથી. બજારમાં માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનો આદેશ અપાયો છે.
દરમિયાન લગ્ન સમારોહ યોજી શકાશે પરંતુ લગ્નમાં 200થી વધુ લોકોને સામેલ થવા પર પ્રતિબંધ લગાવાયો છે. બાર, પબ અને રેસ્ટોરન્ટ 50 ટકા સિટિંગ કેપિસિટી સાથે ખોલી શકાશે. તે સિવાય ઓડિટોરિયમ અને અસેમ્બલી હોલમાં પણ 50 ટકા ક્ષમતા સાથે ખોલી શકાશે. તે સિવાય કોઇ પણ પ્રકારના મોટા ધાર્મિક આયોજન પર રોક લગાવી દીધી છે. રાજકીય રેલીઓ અને કાર્યક્રમ પણ યોજી શકાશે નહીં. તે સિવાય દિલ્હીમાં તમામ પ્રકારના રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક આયોજન પર રોક લગાવી દીધી છે.
કયા દેશમાં હવે દરેકને એક ગ્લાસ વધારે દૂધ પીવુ પડશે, કેમ ખુદ વડાપ્રધાને આપ્યો આવો આદેશ, જાણો વિગતે
Omicron Variant: દેશનાં આ રાજ્યમાં 'ઓમિક્રોન વિસ્ફોટ', એક જ દિવસમાં 33 નવા કેસ મળતા ખળભળાટ
કોરોના સંક્રમણ ફરીથી વધતાં ઓફલાઇન શિક્ષણ મુદ્દે જીતુ વાઘાણીએ શું કરી મોટી જાહેરાત?
India Corona Cases: દેશમાં કોરોનાના કેસમાં આવ્યો ઉછાળો, જાણો ઓમિક્રોનના કેસ કેટલા થયા ?
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
