![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કયા દેશમાં હવે દરેકને એક ગ્લાસ વધારે દૂધ પીવુ પડશે, કેમ ખુદ વડાપ્રધાને આપ્યો આવો આદેશ, જાણો વિગતે
દેશની એક મોટી કંપનીએ ઇવેન્ટ યોજી હતી જેમાં જાપાનના પીએમ કુમિયો કિશિદાએ લોકોને વિનંતી કરી હતી કે, દેશમાં લોકોએ એક્સ્ટ્રા દૂધ પીવા જોઇએ.
![કયા દેશમાં હવે દરેકને એક ગ્લાસ વધારે દૂધ પીવુ પડશે, કેમ ખુદ વડાપ્રધાને આપ્યો આવો આદેશ, જાણો વિગતે japan PM urges to all citizens to drink more glass of milk કયા દેશમાં હવે દરેકને એક ગ્લાસ વધારે દૂધ પીવુ પડશે, કેમ ખુદ વડાપ્રધાને આપ્યો આવો આદેશ, જાણો વિગતે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/23/d95dd57ee3a4a796826b317a6e8ded6f_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ વિશ્વના દેશોમાં અવારનવાર જુદીજુદી ઘટનાઓ બનતી રહે છે, પરંતુ આ બધાની વચ્ચે જાપાનમાં એક અનોખી સ્થિતિ પેદા થઇ છે, જેના કારણે લોકોને વધુ દૂધ પીવા માટે ફરમાન કરવુ પડ્યુ છે. ખુદ દેશના પીએમ લોકોને વધુ દૂધ પીવા માટે વિનંતી કરી રહ્યાં છે. જાપાનમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મંત્રીઓ દૂધ પીતા પણ દેખાયા હતા.
દેશની એક મોટી કંપનીએ ઇવેન્ટ યોજી હતી જેમાં જાપાનના પીએમ કુમિયો કિશિદાએ લોકોને વિનંતી કરી હતી કે, દેશમાં લોકોએ એક્સ્ટ્રા દૂધ પીવા જોઇએ. પીએમે જણાવ્યું કે, 'અમે ઈચ્છીએ છીએ કે, લોકો નિયમિત કરતાં વધારાનું એક કપ દૂધ પીવામાં સહયોગ આપે અને ભોજન બનાવતી વખતે મિલ્ક પ્રોડક્ટ્સનો મહત્તમ ઉપયોગ કરે.'
ખરેખરમાં દેશમાં અત્યારની સ્થિતિમાં દૂધની મોટા પાયે બરબાદી થઇ રહી છે, અને તેને અટકાવવા માટે આ કાર્યવાહી દેશભરમાં શરૂ કરવામાં આવી છે. એક રિપોર્ટમાં સરકારી આંકડાના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, આ શિયાળામાં જ આશરે 5,000 ટન દૂધની બરબાદીની આશંકા છે. આ બરબાદી રોકવા માટે જાપાની ખેડૂતો પણ એકજૂથ થઈ ગયા છે. તેમણે 25મી ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધી 1 લીટર દૂધ ખરીદવાનો સંકલ્પ કર્યો છે. ખાસ વાત છે કે દૂધની બરબાદી રોકવા માટે દેશમાં પીએમથી લઇને મંત્રીઓ ખુદ દૂધ પીને લોકોને દૂધ વધુ પીવા માટે વિનંતી કરી રહ્યાં છે.
આ પણ વાંચો..........
મોદી વારાણસીમાં જેમને પગે પડ્યાં એ યુવતી IAS ઓફિસર છે ? જાણો ખરેખર શું છે હકીકત ?
મહેબૂબા મુફતીએ મોદીની સરખામણી પાકિસ્તાનના ક્યા સરમુખત્યાર સાથે કરી ? પાકિસ્તાન શાનાં ફળ ભોગવે છે ?
PAYTM સહિતની એપ યુઝ કરતા હો તો આ વાતનું રાખો ધ્યાન નહિંતર લાગી જશે લાખો રૂપિયાનો ચૂનો
20 ટેસ્ટ રમીને નંબર વન ટેસ્ટ બેટ્સમેન બન્યો આ ખેલાડી
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)