શોધખોળ કરો

કોરોના સંક્રમણ ફરીથી વધતાં ઓફલાઇન શિક્ષણ મુદ્દે જીતુ વાઘાણીએ શું કરી મોટી જાહેરાત?

હવે ઓફલાઇન શિક્ષણ બંધ કરવા માંગ ઉઠી રહી છે. આવા સમયે રાજકોટમાં રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ ઓફલાઇન શિક્ષણ મુદ્દે મોટી જાહેરાત કરી છે. ઓફલાઈન માટે વાલીઓના ફરીથી સંમતિપત્ર મંગાવવામાં આવશે.

રાજકોટઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને વિદ્યાર્થીઓ પણ મોટા પ્રમાણમાં કોરોના સંક્રમિત થઈ રહ્યા છે, ત્યારે હવે ઓફલાઇન શિક્ષણ બંધ કરવા માંગ ઉઠી રહી છે. આવા સમયે રાજકોટમાં રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ ઓફલાઇન શિક્ષણ મુદ્દે મોટી જાહેરાત કરી છે. 

વાઘાણીએ કહ્યું કે, ઓનલાઈન માટે વિકલ્પ રહેશે. ઓફલાઈન માટે વાલીઓના ફરીથી સંમતિપત્ર મંગાવવામાં આવશે. કોરોના ગાઈડલાઇનનું કડક પાલન કરવાનું રહેશે. કોરોનાના કેસ વધતા રાજકોટમાં રાજ્ય સરકારના મંત્રી જીતુ વાઘાણીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. 

તેમણે કહ્યું કે, આરોગ્ય વિભાગ સાથે અમારો વિભાગ પરામર્શમાં છે. અનેકવાર અમારા વિભાગો દ્વારા પરીપત્રો પણ થયા છે. કોવિડ ગાઇડલાઇનનું કડક પાલન થાય. આમ પણ વાલીની સંમતિથી વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવતા હોય છે.  એ પુનઃ એકવાર સંમતિપત્ર લેવાનું અને ડીપીઓ-ડીઇઓ દ્વારા એક ડ્રાઇવ લેવાનું પણ નક્કી કર્યું છે. ઓફલાઇન જેમને ભણવું છે, તેમના માટે વ્યવસ્થા સૂચારું રૂપે બને એના માટે એજ્યુકેશન વિભાગે સૂચનાઓ આપી છે. આગામી દિવસોમાં પરિસ્થિતિઓ ધ્યાને રાખવામાં આવશે. પણ હાલ, આ પ્રકારની કડક સૂચનાઓ સાથે આપણી જે ગાઇડ લાઇન છે, તેની જાળવણી થાય.

ગુજરાતની સ્કૂલોમાં કોરોનાનો કહેરઃ અમદાવાદની કઈ સ્કૂલોમાં વિદ્યાર્થી થયા સંક્રમિત?

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંક્રમણ હવે વધવા લાગ્યું છે, ત્યારે સ્કૂલોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. અમદાવાદની  મહારાજા અગ્રસેન અને સત્વ વિકાસ સ્કૂલમાં એક એક વિદ્યાર્થીને કોરોના પોઝિટિવ આવ્યો છે. અમદાવાદની સ્કૂલમાં અત્યાર સુધી ૮ વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવ્યો છે. અગાઉ નિરમાં સ્કૂલમાં ત્રણ , ઉદગમમાં ૧ , આનંદનિકેતનમાં ૧ અને અમદાવાદ ઇન્ટરનેશનલમાં ૧ વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા હતા. અમદાવાદની સ્કૂલોમાં ધીમે ધીમે કોરોના પ્રવેશ કરી રહ્યો છે. ડિઈઓએ બંને સ્કૂલોને ૧૦ દિવસ વર્ગો બંધ રાખવા સૂચના આપી છે. 

રાજકોટ શહેર અને જિલ્લામાં 24 કલાકમાં 15 પોઝિટિવ કેસ નોંધાયા છે. મોદી સ્કૂલનો વિદ્યાર્થી, આત્મીય કોલેજના પ્રોફેસર સહિત 15 પોઝિટિવ આવ્યા છે. રાજકોટ શહેરમાં 7 જ્યારે જિલ્લામાં 8 પોઝિટિવ કેસ નોંધાયા છે. નવસારી જિલ્લામાં ગઈ કાલે વધુ ૦૪ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા હતા. ૦૪ પૈકી એક ૧૨ વર્ષીય વિદ્યાર્થી પોઝિટીવ આવ્યો હતો. ચીખલી તાલુકામાં આવેલ ટાંકલ ગામમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા અન્ય વિદ્યાર્થીઓના સેમ્પલ લેવામાં આવ્યા. નવસારી જિલ્લામાં એક મહિનામાં ૧૫થી વધુ વિદ્યાર્થીઓના રિપોર્ટ પોઝિટિવ નોંધાયા. 

વડોદરાની વધુ એક સ્કૂલમાં કોરોના સંક્રમણ ફેલાયું છે. શૈશવ સ્કૂલની ધોરણ 12ની વિદ્યાર્થીની કોરોના સંક્રમિત થઈ. શાળાના સંચાલકોએ વાલીઓને જાણ કરી. વિદ્યાર્થીઓમાં સંક્રમણનો ચોથો કેસ નોધાયો. એક પછી એક કેસો નોંધાતા વાલીઓમાં ચિંતા છે. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

ડોનાલ્ડ ટ્રમ્પનો નવો ધડાકો: 'મેં દુનિયાના 6 યુદ્ધો અટકાવ્યા’, ભારત-પાક યુદ્ધવિરામ પર ફરી કર્યો મોટો દાવો
ડોનાલ્ડ ટ્રમ્પનો નવો ધડાકો: 'મેં દુનિયાના 6 યુદ્ધો અટકાવ્યા’, ભારત-પાક યુદ્ધવિરામ પર ફરી કર્યો મોટો દાવો
ગુજરાતમાં પ્રથમવાર: પોલીસકર્મી વિરુદ્ધ 'ગુજસીટોક'નો ગુનો દાખલ, ₹15 લાખની લાંચનો પર્દાફાશ
ગુજરાતમાં પ્રથમવાર: પોલીસકર્મી વિરુદ્ધ 'ગુજસીટોક'નો ગુનો દાખલ, ₹15 લાખની લાંચનો પર્દાફાશ
ભારત vs ઇંગ્લેન્ડ 5મી ટેસ્ટ: બુમરાહ બહાર, પંતની જગ્યાએ કોણ? 3 મોટા ફેરફારો સાથે ટીમ ઇન્ડિયા મેદાનમાં ઉતરશે!
ભારત vs ઇંગ્લેન્ડ 5મી ટેસ્ટ: બુમરાહ બહાર, પંતની જગ્યાએ કોણ? 3 મોટા ફેરફારો સાથે ટીમ ઇન્ડિયા મેદાનમાં ઉતરશે!
રાજકોટ સિવિલની બેદરકારી: સિંગર મીરાબેનનો Video Viral, 'તારાથી થાય તે કરી લે' કહી દર્દીને ના પાડી
રાજકોટ સિવિલની બેદરકારી: સિંગર મીરાબેનનો Video Viral, 'તારાથી થાય તે કરી લે' કહી દર્દીને ના પાડી
Advertisement

વિડિઓઝ

Asmita Sanman Puraskar : અસ્મિતા સન્માન પુરસ્કાર 2025: કોનું કોનું કરાયું સન્માન?
Hun To Bolish : હું તો બોલીશ : આખરે નિર્ણય કરવો પડ્યો રદ
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન પહોંચી એસટી અમારી
Hun To Bolish : હું તો બોલીશ : વર્દીમાં તોડબાજ?
Valsad Rape Case: વલસાડમાં પિતા-પુત્રીના પવિત્ર સંબંધ પર લાંછન લગાવતો કિસ્સો!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડોનાલ્ડ ટ્રમ્પનો નવો ધડાકો: 'મેં દુનિયાના 6 યુદ્ધો અટકાવ્યા’, ભારત-પાક યુદ્ધવિરામ પર ફરી કર્યો મોટો દાવો
ડોનાલ્ડ ટ્રમ્પનો નવો ધડાકો: 'મેં દુનિયાના 6 યુદ્ધો અટકાવ્યા’, ભારત-પાક યુદ્ધવિરામ પર ફરી કર્યો મોટો દાવો
ગુજરાતમાં પ્રથમવાર: પોલીસકર્મી વિરુદ્ધ 'ગુજસીટોક'નો ગુનો દાખલ, ₹15 લાખની લાંચનો પર્દાફાશ
ગુજરાતમાં પ્રથમવાર: પોલીસકર્મી વિરુદ્ધ 'ગુજસીટોક'નો ગુનો દાખલ, ₹15 લાખની લાંચનો પર્દાફાશ
ભારત vs ઇંગ્લેન્ડ 5મી ટેસ્ટ: બુમરાહ બહાર, પંતની જગ્યાએ કોણ? 3 મોટા ફેરફારો સાથે ટીમ ઇન્ડિયા મેદાનમાં ઉતરશે!
ભારત vs ઇંગ્લેન્ડ 5મી ટેસ્ટ: બુમરાહ બહાર, પંતની જગ્યાએ કોણ? 3 મોટા ફેરફારો સાથે ટીમ ઇન્ડિયા મેદાનમાં ઉતરશે!
રાજકોટ સિવિલની બેદરકારી: સિંગર મીરાબેનનો Video Viral, 'તારાથી થાય તે કરી લે' કહી દર્દીને ના પાડી
રાજકોટ સિવિલની બેદરકારી: સિંગર મીરાબેનનો Video Viral, 'તારાથી થાય તે કરી લે' કહી દર્દીને ના પાડી
3 સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી, રાજ્યના આ વિસ્તારમાં વાવાઝોડા જેવો વરસાદ પડશે
3 સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી, રાજ્યના આ વિસ્તારમાં વાવાઝોડા જેવો વરસાદ પડશે
ભાજપ શાસિત આ રાજ્યમાં માત્ર ₹1માં 25 એકર જમીન મળી રહી છે, જાણો કોણ અરજી કરી શકે છે?
ભાજપ શાસિત આ રાજ્યમાં માત્ર ₹1માં 25 એકર જમીન મળી રહી છે, જાણો કોણ અરજી કરી શકે છે?
ગાંધીનગરમાં સૌથી મોટો ડિજિટલ અરેસ્ટ સ્કેમ: મહિલા ડોક્ટર પાસેથી 3 મહિનામાં ₹19.24 કરોડની ઠગાઈ, કંબોડિયા કનેક્શન ખુલ્યું!
ગાંધીનગરમાં સૌથી મોટો ડિજિટલ અરેસ્ટ સ્કેમ: મહિલા ડોક્ટર પાસેથી 3 મહિનામાં ₹19.24 કરોડની ઠગાઈ, કંબોડિયા કનેક્શન ખુલ્યું!
ગુજરાત બોર્ડનો મોટો નિર્ણય: ધો. 9 થી 12ની પ્રથમ પરીક્ષાની તારીખમાં કર્યો ફેરફાર; હવે નવરાત્રી પછી યોજાશે, જાણો નવી તારીખ
ગુજરાત બોર્ડનો મોટો નિર્ણય: ધો. 9 થી 12ની પ્રથમ પરીક્ષાની તારીખમાં કર્યો ફેરફાર; હવે નવરાત્રી પછી યોજાશે, જાણો નવી તારીખ
Embed widget