શોધખોળ કરો
Advertisement
J&K: બારામૂલાના સોપોરમાં આતંકીઓ સાથેના સંઘર્ષમાં એક પોલીસકર્મી શહીદ
બારામૂલા: જમ્મૂ કાશ્મીરમાં બારામૂલાના સોપોરમાં આતંકીઓ સાથેના સંઘર્ષમાં એક પોલીસકર્મી શહીદ થયો છે. ત્યારે પોલીસનું કહેવું છે કે સોપોરના જલૂરાના જંગલોમાં આતંકીઓ છૂપાયેલા હોવાના અહેવાલ મળતા પોલીસે ક્યાં સર્ચ ઑપરેશન શરૂ કર્યું હતું.
સ્થાનીક પોલીસના મતે સર્ચ ઑપરેશન દરમિયાન ત્યાં 20 રાષ્ટ્રીય રાયફલ અને સ્પેશિયલ ઑપરેશન ગ્રૂપ એટલે કે એસઓજી આતંકીઓ છૂપાયેલા હતા તે જગ્યાએ પહોંચ્યા હતા. ત્યાં આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું, જેમાં એક પોલીસ જવાન શહીદ થયો હતો.
પોલીસનું કહેવું છે કે સર્ચ ઑપરેશન અત્યારે પણ ચાલુ છે, જ્યારે અત્યાર સુધી એ અંદાજો લગાવી શકાયો નથી કે તેમાં કેટલા આતંકીઓ છૂપાયેલા છે. શહીદ થયેલા જવાનનું નામ મોહમ્મદ શફી છે અને તે દક્ષિણી કાશ્મીરના કુલગમનો રહેવાસી છે. હાલ શહીદ થયેલા જવાનનો મૃતદેહ શ્રીનગરની ડીપીએલ (જીલ્લા પોલીસ લાઈંજ) માં લાવવામાં આવ્યો, જ્યાં તેને પુરા સમ્માનની સાથે શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. આ અવસરે ડિજી જમ્મુ-કાશ્મીર પોલીસનો વિસ્તાર બીએસએફ, સીઆરપીએફ અને સિવિલ એડમિનિસ્ટરેશનન તમામ ઉચ્ચ અધિકારીઓ અને પોલીસના જવાનો હાજર રહ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement