Operation Sindoor: પાકિસ્તાનમાં ઓપરેશન સિંદૂર બાદ જમ્મુ કાશ્મીરમાં સ્કૂલ-કોલેજ બંધ, જાણો 10 મોટા અપડેટ્સ
Operation Sindoor: ભારતીય સેનાએ પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ કરીને 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો.

Operation Sindoor: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સેનાએ બુધવારે (7 મે) વહેલી સવારે એક મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. ભારતીય સેનાએ પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ કરીને 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. આનાથી હતાશ થઈને પાકિસ્તાની સેનાના સૈનિકો સરહદ પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યા છે. આમાં ત્રણ નાગરિકોના મોત થયા. સેના આનો યોગ્ય જવાબ આપી રહી છે. જાણો 10 મોટા અપડેટ્સ.
#OperationSindoor | In view of the prevailing situation, all schools, colleges and educational institutions in Jammu, Samba, Kathua, Rajouri and Poonch will remain closed today: Divisional Commissioner Jammu
— ANI (@ANI) May 7, 2025
નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષા વધારવામાં આવી છે. ઉપરાંત, આજે (બુધવાર, 7 મે) જમ્મુમાં શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જમ્મુની સાથે, સાંબા, કઠુઆ, રાજૌરી અને પૂંછમાં પણ આજે બધી શાળાઓ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે.
કાશ્મીરના વિભાગીય કમિશનરે બુધવારે જણાવ્યું હતું કે કાશ્મીરના ત્રણ જિલ્લાઓમાં આજે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. વિજય કુમાર બિધૂડીએ જણાવ્યું હતું કે, "વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બારામુલ્લા, કુપવાડા અને ગુરેઝમાં શૈક્ષણિક સંસ્થાઓ, શાળાઓ, કોલેજો આજે બંધ રહેશે."
અધિકારીઓએ લોકોને સતર્ક રહેવા અને શાંતિ જાળવવા અને સાવચેતીના પગલા તરીકે સત્તાવાર સલાહનું પાલન કરવા વિનંતી કરી છે.
શ્રીનગરનું એરપોર્ટ આગામી આદેશ સુધી સામાન્ય લોકો માટે બંધ કરવામાં આવ્યું છે.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે પાકિસ્તાની સેનાએ ગઈકાલે રાત્રે જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પારની ચોકીઓ પરથી ગોળીબાર કર્યો હતો.
ભારતીય સેનાએ મોડી રાત્રે એક વાગ્યાને 44 મિનિટ પર જણાવ્યું કે લશ્કરી દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં 9 સ્થળોએ લશ્કરી કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું.
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે સેનાએ આ કાર્યવાહી કરી હતી. 22 એપ્રિલે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા.
આતંકવાદી હુમલા પછી ભારત દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી વચ્ચે પાકિસ્તાન સરહદ પર સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. આને ધ્યાનમાં રાખીને સરહદી વિસ્તારોના લોકો સતર્ક છે.
પાકિસ્તાનમાં સેનાની કાર્યવાહી બાદ જમ્મુ અને કાશ્મીરમાં લોકો ઉજવણી કરતા જોવા મળ્યા હતા. એક સ્થાનિક વ્યક્તિએ કહ્યું કે અમે ખૂબ ખુશ છીએ અમે બધા ભારત તરફથી કાર્યવાહીની રાહ જોઇ રહ્યા હતા. આ હુમલો પુરાવા સાથે થયો છે અને આ વખતે કોઈ કોઈ પુરાવા માંગશે નહીં. અમે સેના સાથે ઉભા છીએ.
ઓપરેશન સિંદૂર પછી દેશભરમાં ખુશીની લહેર છે. શાસક પક્ષ અને વિપક્ષ બંને એક જ સૂરમાં સેનાના વખાણ કરી રહ્યા છે.




















