શોધખોળ કરો
Advertisement
પુણેમાં બોલ્યા PM મોદી- એક દેશ, એક બંધારણની રાહમાં અડચણ હતી કલમ 370
વર્ષ 2007માં ફર્સ્ટ ટ્રિલિયન સુધી પહોંચતા આપણે 60 વર્ષ લાગ્યા
પુણેઃ મહારાષ્ટ્ર અને હરિયાણામાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય પાર્ટીઓ ચૂંટણી રેલીઓ કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના પુણેમાં રેલી સંબોધી હતી. અહી લોકોને સંબોધિત કરતા વડાપ્રધાને કહ્યું કે, તમે પાંચ વર્ષ માટે સરકાર ચૂંટી હતી. હાલમાં પાંચ મહિના પુરા થયા નથી પરંતુ એટલા ઓછા સમયમાં જ પાંચ વર્ષોનો અમે રોડમેપ તૈયાર કર્યો છે.
મોદીએ કહ્યું કે, જ્યાં સુધી ગરીબો પાસેથી લૂંટેલી રકમ ત્યાં સુધી તમારો સેવક ચેનથી બેસશે નહીં. જેટલી મોટી અર્થવ્યવસ્થા હશે એટલી ઝડપથી આપણે ગરીબીને હરાવી શકીશું. જેટલી મોટી અર્થવ્યવસ્થા હશે એટલી ઝડપથી મધ્યમ વર્ગનું જીવન સ્તર સુધરશે. વર્ષ 2007માં ફર્સ્ટ ટ્રિલિયન સુધી પહોંચતા આપણે 60 વર્ષ લાગ્યા. ત્યારબાદ આગામી ટ્રિલિયન જોડ઼વામાં અમને લગભગ 8 વર્ષ લાગ્યા પરંતુ ત્યારબાદ છેલ્લી સરકારને ફક્ત ચાર વર્ષમાં લગભગ વધુ એક ટ્રિલિયન અમે આપણી અર્થવ્યવસ્થામાં જોડ્યા છે.
તેમણે કહ્યુ કે, સ્પષ્ટ નીતિ અને સારું ઇફ્રાસ્ટ્રક્ટરના દમ પર જ પાંચ ટ્રિલિયન ડોલર ઇકોનોમીનું લક્ષ્ય અમે હાંસલ કરી શકીશું. આપણી BHIM app અને RuPay Card આજે એક મોટી બ્રાન્ડ બની ગઇ છે. RuPay Card તો દુનિયાના અનેક દેશોમાં હવે સુવિધા આપી રહ્યું છે. આજે ભારતમાં 29 કરોડ રૂપે કાર્ડ ઉપયોગમાં છે જેમાંથી લગભગ 2 કરોડ મહારાષ્ટ્રમાં છે.Prime Minister Narendra Modi in Parli, Maharashtra: Whenever Article 370 will be discussed in history, the decision that was taken in the interest of the country, then the people who opposed and ridiculed it, their comments will be remembered. #MaharashtraAssemblyPolls pic.twitter.com/BG0FcbIP3f
— ANI (@ANI) October 17, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement