શોધખોળ કરો
Advertisement
1.7 કરોડ PPE કિટનો આપ્યો ઓર્ડર, N-95 માસ્ક અને વેન્ટિંલેટરની સપ્લાય શરૂઃ સ્વાસ્થ્ય મંત્રાલય
લવ અગ્રવાલે સ્પષ્ટ કર્યું હતું કે, ફક્ત હાઇ રિસ્ક ઝોનમાં પીપીઇનો ઉપયોગ થાય છે. જેમાં હેડગેયર, માસ્ક, બૂટ અને કવર હોય છે
નવી દિલ્હીઃ દેશમાં ચાલી રહેલા કોરોના સંકટ વચ્ચે ત્રણ મેડિકલ ઇક્વિપમેન્ટ ખૂબ ચર્ચા થઇ રહી છે. એન-95 માસ્ક, વેન્ટિલેટર અને પીપીઇ કિટ. આજે કોરોનાને લઇને હેલ્થ બુલેટિન જાહેર કરતા સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે, દેશમાં 20 કંપનીઓ દ્ધારા તેનું નિર્માણ શરૂ કરી દેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે સ્વાસ્થ્ય મંત્રાલયે 1.7 કરોડ પીપીઇ કિટ અને 49 હજાર વેન્ટિલેટરનો ઓર્ડર આપી દીધો છે. જેની સપ્લાય પણ શરૂ કરી દેવામાં આવી છે. તેમણે કહ્યું કે, કેબિનેટ બેઠકમાં એ વાત પર ચર્ચા થઇ છે કે સૈનિકના રૂપમાં સેવા કરતા ડોક્ટર અને મેડિકલ કર્મચારીઓને આખા સમાજનું સમર્થન અને સન્માન મળે.
તેમણે લોકોને નકલી ન્યૂઝથી બચવાની સલાહ આપતા કહ્યું કે, આપણે એ વાત સમજવી પડશે કે તમામને પીપીઇની જરૂર હોતી નથી. આ માટે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલી ગાઇડલાઇન્સ વાંચવાની સલાહ આપી હતી.
લવ અગ્રવાલે સ્પષ્ટ કર્યું હતું કે, ફક્ત હાઇ રિસ્ક ઝોનમાં પીપીઇનો ઉપયોગ થાય છે. જેમાં હેડગેયર, માસ્ક, બૂટ અને કવર હોય છે. મોડરેટ માટે ફક્ત એન-95 માસ્ક અને ગ્લબ્સની આવશ્યકતા હોય છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, જરૂરિયાત અનુસાર રાજ્યોને પીપીઇ કિટ આપવામાં આવી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement