શોધખોળ કરો
અમારી સરકારે ગરીબી દૂર કરવાના તમામ પ્રયત્નો કર્યાઃ મોદી
નવી દિલ્લીઃ ઓડીસાના બાલાસોરમાં એનડીએ સરકારના બે વર્ષની ઉજવણીના ભાગ રૂપે પ્રધાનમંત્રીએ સભાનું આયોજન કર્યું હતું. જેમા પીએમે સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, " મને ખુશી છે કે, જનતાનો વિશ્વાસ મારા પર અંકબંધ છે. મે અને મારી સરકારે ગરીબી દૂર કરવાના તમામ પ્રયત્નો કર્યા છે અને આગળ પણ કરતા રહીશું. સભામાં આવેલી ભીડને જોઇને મોદીએ કહ્યું હતું કે, મારા માટે આવેલા આટલા બધા પ્રેમને એસી રૂમમાં બેઠેલા લોકો નહી સમજી શકે.
મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, શ્રીધર સ્વામીની આ ધરતી અને તેમને વંદન કરું છું. હું પહેલી વાર જોઇ રહ્યુ છું કે, બે વર્ષ વિતી ગયા હોવા છતા લોકોમાં સરકાર માટે અપાર પ્રેમ છે. તેનાથી કામ કરવાનો ઉત્સાહ વધે છે અને અમને નવી શક્તી મળે છે.
મોદીએ કહ્યું હતું કે, પહેલાની સરકાર એમ કહેતી હતી કે, અમે જ સરકાર ચલાવીએ છીએ.જ્યારે અમે શરૂ કર્યું "સબકા સાથ સબકા વિકાસ" જનતાને અમારી નીયત પર શક નથી. અમારી સરકાર દેશની ગરીબોને સમર્પિત છે. સરકાર ગરીબો માટે હોય છે. ગરીબો સાથે ચાલવા માટે હોય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
મનોરંજન
Advertisement