(Source: ECI/ABP News/ABP Majha)
યુક્રેન સંકટઃ પ્રથમ એડવાઇઝરી જાહેર થયા બાદ 20 હજારથી વધુ લોકો દેશ પરત ફર્યાઃ વિદેશ મંત્રાલય
યુક્રેન સંકટ વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. બાગચીએ કહ્યું કે આગામી 24 કલાકમાં 16 ફ્લાઈટ ભારત પહોચશે
નવી દિલ્હીઃ યુક્રેન સંકટ વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે અમારી પ્રથમ એડવાઈઝરી જાહેર થયા બાદ 20,000થી વધુ ભારતીય નાગરિકો યુક્રેનથી ભારત પરત ફર્યા છે. ‘ઓપરેશન ગંગા’ હેઠળ યુક્રેનથી લગભગ 10,348 ભારતીયોને લઈને અત્યાર સુધીમાં 48 ફ્લાઈટ્સ ભારત પહોંચી છે. આગામી 24 કલાકમાં વધુ 16 ફ્લાઈટ શેડ્યૂલ છે.
Over 20,000 Indians have left the Ukraine border since we issued our advisories. There are more people, but it's reassuring to see that this many people have left #Ukraine: MEA pic.twitter.com/HCsTA31J0V
— ANI (@ANI) March 4, 2022
બાગચીએ કહ્યું કે આગામી 24 કલાકમાં 16 ફ્લાઈટ ભારત પહોચશે ત્યારબાદ યુક્રેનની સરહદ પાર કરી ચૂકેલા લગભગ તમામ ભારતીયો ભારત પહોંચી જશે. કેટલાક લોકો હજુ પણ યુક્રેનમાં છે. અમે ભવિષ્યમાં પણ આ કાર્ય ચાલુ રાખીશું.
Can't say we are moving downward (as of yet...)We will continue Operation Ganga till the last person gets evacuated. Roughly 2000-3000 (more Indians) likely to be there, the number can vary: MEA pic.twitter.com/jXU0Rst5u0
— ANI (@ANI) March 4, 2022
તેમણે કહ્યું કે અમે પૂર્વ યુક્રેન ખાસ કરીને ખારકિવ અને પિસોચિન પર સૌથી વધુ ધ્યાન આપી રહ્યા છીએ. તે વિસ્તારોમાં પાંચ બસો અગાઉથી નાગરિકોને બહાર કાઢવા માટે દોડાવવામાં આવી રહી છે. આગામી સમયમાં કેટલીક વધુ બસો પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. પિસોચિનમાં 900-1000 ભારતીયો ફસાયેલા છે. એ જ રીતે સુમીમાં 700થી વધુ ભારતીય નાગરિકો છે. અમને સુમીની ચિંતા છે.
We are reiterating that we are not aware of any Indian being held hostage. They are facing difficulty due to security reasons particulary in Kharkiv, #Ukraine, but no hostage situation: MEA pic.twitter.com/puTiuKYv2E
— ANI (@ANI) March 4, 2022
તેમણે કહ્યું કે અમે યુક્રેનિયન પ્રશાસન સમક્ષ સ્પેશિયલ ટ્રેનની માંગણી કરી હતી, પરંતુ હજુ સુધી અમને કોઈ જવાબ મળ્યો નથી. અમે ભારતીયોને બહાર કાઢવા માટે દરેક શક્ય રીતે પ્રયાસ કરી રહ્યા છીએ. તેમને સુરક્ષિત દેશ પરત લાવવા એ અમારી પ્રાથમિકતા છે. તેમણે એમ પણ કહ્યું કે જો યુદ્ધવિરામ થાય તો તે સારી બાબત ગણાશે. યુદ્ધવિરામ વિના અમારું કામ મુશ્કેલ બની રહ્યું છે. અમે યુક્રેન અને રશિયાને યુદ્ધવિરામની વિનંતી કરીએ છીએ જેથી કરીને અમે અમારા લોકો અને વિદ્યાર્થીઓને બહાર કાઢી શકીએ.