(Source: ECI/ABP News/ABP Majha)
Vaccination Update: દેશભરમાં 39 કરોડ રસીના ડોઝ લાગ્યા, જાણો ક્યું રાજ્ય છે ટોચ પર, Top-10 રાજ્યોની સ્થિતિ
દેશમાં 31 કરોડ એવા લોકો છે જેને અત્યાર સુધીમાં ઓછામાં ઓછો એક ડોઝ રસીનો આપવામાં આવ્યો છે.
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, 14 જુલાઈ સુધી દેશભરમાં 39 કરોડ 13 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. વિતેલા દિવસે 34 લાખ 97 હજાર ડોઝ આપવામાં આવ્યા. જ્યારે ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ (આઈસીએમઆર) અનુસાર, અત્યાર સુધી 43 કરોડ 80 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 19.43 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા, જેનો પોઝિટિવીટી રેટ 3 ટકાથી ઓછો છે.
દેશમાં 31 કરોડ એવા લોકો છે જેને અત્યાર સુધીમાં ઓછામાં ઓછો એક ડોઝ રસીનો આપવામાં આવ્યો છે. જ્યારે આઠ કરોડ લોકોને રસીના બન્ને ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મામલે ઉત્તર પ્રદેશ સૌથી આગળ છે. યૂપીમાં અત્યાર સુધી સૌથી વધારે ત્રણ કોરડ 88 લાખ ડોઝ આપવામાં આવ્યા છે. ત્યાર બાદ મહારાષ્ટ્ર બીજા નંબર પર છે. આ બે રાજ્યોમાં જ ત્રણ કરોડથી વધારે ડોઝ લાગ્યા છે.
ઉપરાંત પાંચ રાજ્ય એવા છે જ્યાં બે કરોડથી વધારે રસીકરણ થઈ ગયં છે અને આઠ રાજ્યમાં એક કરોડથી વધારે ડોઝ લાગ્યા છે. આ આંકડા ગુરુવારે સવારે 7 કલાકના સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ પર આધારિત છે.
રસીકરણવાળા ટોપ-10 રાજ્ય
- ઉત્તર પ્રદેશ - 3 કરોડ 88 લાખ 37 હજાર 852
- મહારાષ્ટ્ર- 3 કરોડ 79 લાખ 24 હજાર 359
- ગુજરાત- 2 કરોડ 85 લાખ 3 હજાર 868
- રાજસ્થાન- 2 કરોડ 74 લાખ 43 હજાર 848
- કર્ણાટક- 2 કરોડ 64 લાખ 85 હજાર 333
- પશ્ચિમ બંગાળ - 2 કરોડ 50 લાખ 34 હજાર 906
- મધ્ય પ્રદેશ - 2 કરોડ 45 લાખ 68 હજાર 104
- બિહાર- 1 કરોડ 93 લાખ 4 હજાર 555
- તમિલનાડુ- 1 કરોડ 85 લાખ 49 હજાર 626
- આંધ્ર પ્રદેશ - 1 કરોડ 80 લાખ 40 હજાર 284
દેશમાં રસીકરણની ગતિ પહેલા કરતાં ધીમી થઈ ગઈ છે. 21 જૂને રેકોર્ડ 85 લાખથી વધારે ડોઝ આપવામાં આવ્યા હતા પરંતુ હવે આ ગતિ ધીમી પી ગઈ છે. ગઈકાલે 34 લાખ 97 હજાર ડોજ આપવામાં આવ્યા હતા. હવે દરરોજ સરેરાશ 35-40 લાખ ડોઝ આપવામાં આવી રહ્યા છે. તમામ દેશવાસીઓને રસીકરણ માટે 200 કરોડ ડોઝ લગાવવાની જરૂરત છે. અત્યાર સુધી અંદાજે પાંચ ટકા લોકોને જ બન્ને ડોઝ લાગ્યા છે.