શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Centre on Covid Vaccination: દેશમાં કેટલા કરોડ તરૂણોને અપાઈ રસી ? જાણો વિગત

Corona Vaccine For Children: દેશમા 5 કરોડથી વધારે તરૂણોને રસીના ડોઝ અપાયા હોવાનું કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું છે.

Centre on Covid Vaccination: કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે નિષ્ણાત જૂથની ભલામણોના આધારે સરકાર 15 વર્ષ સુધીના બાળકોના રસીકરણ અંગે નિર્ણય લેશે. માંડવિયાએ રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબમાં આ ટિપ્પણી કરી હતી. દેશના વિવિધ ભાગોમાં શાળાઓ ફરીથી ખોલવાથી બાળકોની સલામતી સામે ઉભા થયેલા જોખમો અંગે ઘણા સાંસદોએ ચિંતા વ્યક્ત કરી હતી.

સ્વાસ્થ્ય મંત્રી માંડવિયાએ કહ્યું કે, સરકારે કોવિડની રસી કયા વયજૂથને પહેલા આપવી જોઈએ તે સૂચવવા માટે નિષ્ણાતોના એક જૂથની રચના કરી છે. તેમણે કહ્યું કે હાલમાં 15 થી 18 વર્ષની વયજૂથ માટે રસીકરણ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે 15-18 વર્ષની વયજૂથમાં અત્યાર સુધીમાં 67 ટકા રસીકરણ કરવામાં આવ્યું છે. 5 કરોડથી વધારે તરૂણોને રસી આપવામાં આવી છે. દેશમાં 3 જાન્યુઆરીથી તરૂણોનું રસીકરણ શરૂ થયું છે.

ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ

ભારતમાં કોરોનાનો કહેર હવે પહેલા કરતા ઓછો થયો છે. લગભગ એક મહિના પછી, સતત બીજા દિવસે, કોરોનાના એક લાખથી ઓછા નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 67,597 નવા કેસ સામે આવ્યા છે અને 1188 સંક્રમિત લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે આના એક દિવસ પહેલા જ કોરોનાના 83 હજાર 876 નવા કેસ સામે આવ્યા હતા અને 896 લોકોએ જીવ ગુમાવ્યા હતા. સારી વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં એક લાખ 80 હજાર 456 લોકો કોરોનાથી સાજા થયા છે, એટલે કે એક લાખ 14 હજાર એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે.

કોરોના મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ ચાર કરોડ 23 લાખ 39 હજાર 611 લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 5 લાખ 4 હજાર 62 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 4 કરોડ 8 લાખ 40 હજાર લોકો સાજા પણ થયા છે. દેશમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 10 લાખથી ઓછી છે. કુલ 9 લાખ 94 હજાર 891 લોકો હજુ પણ કોરોના વાયરસથી સંક્રમિત છે, જેમની સારવાર ચાલી રહી છે.

  • કોરોનાના કુલ કેસ - ચાર કરોડ 23 લાખ 39 હજાર 611
  • કુલ ડિસ્ચાર્જ - 4 કરોડ 8 લાખ 40 હજાર 658
  • કુલ એક્ટિવ કેસ - 9 લાખ 94 હજાર 891
  • કુલ મૃત્યુ - 5 લાખ 4 હજાર 62
  • કુલ રસીકરણ - 170 કરોડ 21 લાખ 72
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ

PAN Update: નવા પાન કાર્ડને લઇને નાણામંત્રાલયે આપ્યા તમામ સવાલના જવાબ, પાનકાર્ડ ધારકોએ જાણવા જરૂરી

Islamabad: ઇસ્લામાબાદમાં રેન્જર્સે ઇમરાન સમર્થકો પર વરસાવી ગોળીઓ, 12 લોકોના મોત, 47 ઇજાગ્રસ્ત

Pakistan: ચેમ્પિયન ટ્રોફી અગાઉ પાકિસ્તાનની ફજેતી, સીરિઝ વચ્ચે છોડીને ઘરે પરત ફરશે શ્રીલંકાની ટીમ

ABP Premium

વિડિઓઝ

Valsad Murder Case: મોતીવાડા હત્યા કેસમાં  સાયકો કિલરને સાથે રાખી પોલીસનું રિકન્સ્ટ્રક્શનHun To Bolish : હું તો બોલીશ : ખનીજ માફિયાના બાપનો પર્દાફાશHun To Bolish : હું તો બોલીશ : સમાજના નામે સંગ્રામ કેમ?Ahmedabad News: નિકોલમાં બાળકી સાથે બળાત્કાર અને હત્યાનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
PAN Update: નવા પાન કાર્ડને લઇને નાણામંત્રાલયે આપ્યા તમામ સવાલના જવાબ, પાનકાર્ડ ધારકોએ જાણવા જરૂરી
PAN Update: નવા પાન કાર્ડને લઇને નાણામંત્રાલયે આપ્યા તમામ સવાલના જવાબ, પાનકાર્ડ ધારકોએ જાણવા જરૂરી
Islamabad: ઇસ્લામાબાદમાં રેન્જર્સે ઇમરાન સમર્થકો પર વરસાવી ગોળીઓ, 12 લોકોના મોત, 47 ઇજાગ્રસ્ત
Islamabad: ઇસ્લામાબાદમાં રેન્જર્સે ઇમરાન સમર્થકો પર વરસાવી ગોળીઓ, 12 લોકોના મોત, 47 ઇજાગ્રસ્ત
Pakistan: ચેમ્પિયન ટ્રોફી અગાઉ પાકિસ્તાનની ફજેતી, સીરિઝ વચ્ચે છોડીને ઘરે પરત ફરશે શ્રીલંકાની ટીમ
Pakistan: ચેમ્પિયન ટ્રોફી અગાઉ પાકિસ્તાનની ફજેતી, સીરિઝ વચ્ચે છોડીને ઘરે પરત ફરશે શ્રીલંકાની ટીમ
Israel: હિઝબુલ્લાહ-ઇઝરાયલ વચ્ચે યુદ્ધ અટક્યું, નેતન્યાહૂએ સીઝફાયરની કરી જાહેરાત

Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  

PAN 2.0 સાથે જોડાયેલા મોટા સમાચાર, સરકારે જણાવ્યું પાન કાર્ડ કરી રીતે કરવાનું છે અપગ્રેડ 

રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો

Embed widget