શોધખોળ કરો
Advertisement
વડાપ્રધાન મોદીના પ્રમુખ સચિવ બન્યા પીકે મિશ્રા, પીકે સિન્હાને બનાવાયા મુખ્ય સલાહકાર
વડાપ્રધાન મોદીના નજીકના અધિકારીઓમાં એક પ્રમોદ કુમાર મિશ્રાનો સમાવેશ થાય છે
નવી દિલ્હીઃ પૂર્વ પ્રમુખ સચિવ નૃપેન્દ્ર મિશ્રાની નિવૃતિ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે અધિકારીઓની નિમણૂક કરી છે. નૃપેન્દ્ર મિશ્રાના સ્થાને પ્રમોદ કુમાર મિશ્રાને વડાપ્રધાનના નવા પ્રમુખ સચિવ બનાવવામાં આવ્યા છે. તેઓને કેબિનેટ કક્ષાનો દરજ્જો આપવામાં આવ્યો છે. બીજી તરફ પ્રદીપ કુમાર સિન્હાને મોદીના મુખ્ય સલાહકાર બનાવવામાં આવ્યા છે. પીકે મિશ્રાનો કાર્યકાળ આજથી શરૂ થઇ ગયો છે. નૃપેન્દ્ર મિશ્રા 2014થી વડાપ્રધાન મોદી સાથે જોડાયા હતા અને નવી સરકાર બન્યા બાદ તેમના કાર્યકાળને વધારવામાં આવ્યો હતો. જોકે, છેલ્લા મહિનામાં તેમણે નિવૃતિ લેવાની ઇચ્છા જાહેર કરી હતી ત્યારબાદ પીકે મિશ્રાને આ જવાબદારી સોંપવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વડાપ્રધાન મોદીના નજીકના અધિકારીઓમાં એક પ્રમોદ કુમાર મિશ્રાનો સમાવેશ થાય છે. મિશ્રા વડાપ્રધાન મોદી સાથે ગુજરાતમાં કામ કરી ચૂક્યા છે.
વડાપ્રધાન મોદીના મુખ્ય સલાહકાર તરીકે નિમણૂક પામેલા પ્રદીપ કુમાર સિન્હા 1977 બેન્ચના ઉત્તર પ્રદેશ કેડરના અધિકારી છે. સિન્હા ઉર્જા સચિવ અને શિપિંગ સેક્રેટરી તરીકે કેન્દ્રમાં સેવા આપી ચૂક્યા છે. સિન્હા અર્થશાસ્ત્રમાં ગેજ્યુએટ અને પોસ્ટ ગેજ્યુએટ છે. સિન્હા ઉત્તર પ્રદેશ સરકાર અને ભારત સરકારમાં અનેક મહત્વના પદ પર રહી ચૂક્યા છે. વડાપ્રધાનના નજીકના અધિકારીઓમાં તેમને ગણવામાં આવે છે. આ નિમણૂક અગાઉ સિન્હાને પીએમઓમાં ઓફિસર ઓન સ્પેશ્યલ ડ્યુટી તરીકે કામ કરી રહ્યા હતા.
આ અગાઉ વડાપ્રધાન મોદીના નૃપેન્દ્ર મિશ્રાની વિદાય માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ સમારોહમાં વડાપ્રધાન મોદી સાથે અનેક નેતા પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ નૃપેન્દ્ર મિશ્રાના વખાણ કરી સારા અધિકારી ગણાવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement