શોધખોળ કરો
Advertisement
Pokમાં જવાબી કાર્યવાહીમાં બે પાકિસ્તાની સૈનિક ઠાર, શબ લેવા સફેદ ઝંડો લઈને આવી પાક. સેના, જુઓ વીડિયો
જમ્મુ કાશ્મીરના હાજીપૂર સેક્ટરમાં ભારતીય સેનાએ 10-11 સપ્ટેમ્બરે પાકિસ્તાનના બે સૈનિકોને ઠાર કર્યા હતા. પાકિસ્તાનના આ સૈનિકો સીઝફાયર ઉલ્લંઘન બાદ ભારતની જવાબી કાર્યવાહીમાં માર્યા ગયા હતા.
શ્રીનગર: પાકિસ્તાનની નાપાક હરકતનું સૌથી મોટું સબૂત ફરી એકવાર સામે આવ્યું છે, પીઓકેના હાજીપૂરથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં પાકિસ્તાન પોતાના માર્યા ગયેલા સૈનિકોના મૃતદેહ લઈ જતું નજરે પડે છે.
જમ્મુ કાશ્મીરના હાજીપૂર સેક્ટરમાં ભારતીય સેનાએ 10-11 સપ્ટેમ્બરે પાકિસ્તાનના બે સૈનિકોને ઠાર કર્યા હતા. પાકિસ્તાનના આ સૈનિકો સીઝફાયર ઉલ્લંઘન બાદ ભારતની જવાબી કાર્યવાહીમાં માર્યા ગયા હતા. વીડિયોમાં ડરેલા પાકિસ્તાની સૈનિકો હાથમાં સફેદ ઝંડો દેખાડીને શબ લઈ જતાં નજરે પડી રહ્યાં છે.
જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવતા પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયુ છે. પાકિસ્તાન સતત એલઓસી પર સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે.પાકિસ્તાનની સેનાની એલઓસી પર ગતિવિધિ પણ વધી છે. જેથી ભારતીય સેનાને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે.#WATCH Hajipur Sector: Indian Army killed two Pakistani soldiers in retaliation to unprovoked ceasefire violation by Pakistan. Pakistani soldiers retrieved the bodies of their killed personnel after showing white flag. (10.9.19/11.9.19) pic.twitter.com/1AOnGalNkO
— ANI (@ANI) September 14, 2019
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement