શોધખોળ કરો
Advertisement
જમ્મુ-કાશ્મીરઃ નૌશેરામાં પાકિસ્તાની ફાયરિંગમાં એક જવાન શહીદ, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડાક દિવસોથી પાકિસ્તાન બોર્ડર પર સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરીને આતંકીઓને કવર આપી રહ્યું છે
જમ્મુઃ પાકિસ્તાન પોતાના નાપાક હરકતોથી બહાર નથી આવી રહ્યું, આતંકને પોષનારુ પાકિસ્તાન હવે બોર્ડર પર ફાયરિંગ કરી રહ્યું છે. પાક આર્મીએ કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં સતત ફાયરિંગ ચાલુ રાખ્યુ, જેમાં ભારતનો એક જવાન શહીદ થયો છે. આ ઘટનાને લઇને ભારતીય સેનાએ હાલ જડબાતોડ જવાબ આપી રહી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડાક દિવસોથી પાકિસ્તાન બોર્ડર પર સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરીને આતંકીઓને કવર આપી રહ્યું છે.
આ પહેલા પાકિસ્તાને પુંછ સેક્ટરમાં ફાયરિંગ કરી અને ભારતીય ચોકીઓને નિશાને લીધી હતી. એટલું જ નહીં પાકિસ્તાન ભારતીય નાગરિકો પર પણ ગોળીબારી કરી રહ્યું છે, જેના કારણે કેટલાક નાગરિકો ઘાયલ પણ થયા છે.
સોમવાર રાતથી પાકિસ્તાને સીમા પર ફાયરિંગ કરવાનુ શરૂ કર્યુ છે, મોડી રાત્રે હીરાનગર સેક્ટરમાં અને એલઓસી પર પાક સતત ફાયરિંગ કર્યુ, જોકે, પાકિસ્તાની સેનાને ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
દેશ
દેશ
Advertisement