શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
દુનિયાભરમાં ‘સેક્સ બોમ્બ’ તરીકે જાણીતી આ એક્ટ્રેસે PM મોદીને કરી ખાસ અપીલ, કહ્યું- જાનવરો સાથે જોડાયેલ.....
પોતાના પત્રમાં તેણે પીએમ મોદીને આગ્રહ કર્યો કે સરકારી બેઠકો અને કાર્યક્રમોમાં ફક્ત સ્વાદિષ્ટ શાકાહરી ભોજન પીરસવામાં આવે.
![દુનિયાભરમાં ‘સેક્સ બોમ્બ’ તરીકે જાણીતી આ એક્ટ્રેસે PM મોદીને કરી ખાસ અપીલ, કહ્યું- જાનવરો સાથે જોડાયેલ..... pamela anderson appeals to indian pm modi to focus on vegan lifestyle and global warming issue દુનિયાભરમાં ‘સેક્સ બોમ્બ’ તરીકે જાણીતી આ એક્ટ્રેસે PM મોદીને કરી ખાસ અપીલ, કહ્યું- જાનવરો સાથે જોડાયેલ.....](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/30123609/pm-modi-pamela.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ કેનેડિયન-અમેરિકન એક્ટ્રેસ પામેલ એંડરસને ભારતની હાલની સ્થિતિ જોતા પીએમ મોદીને એક પત્ર લખ્યો છે. પામેલાએ વધતા પ્રદૂષણ, ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણમાં થનાર ખતરનાક ફેરફારને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને પીએમ મોદીને કહ્યું કે, તેમણે પોતાના દેશમાં વીગન લાઈફસ્ટાઈલને પ્રમોટ કરવી જોઈએ. પેટાની ડાયરેક્ટર પામેલાએ પીએમ મોદીને ભલામણ કરી છે કે તેમણે ડેરી પ્રોડક્ટ્સ હટાવીને સોયા પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવો જોઈઅ અને મોટી અને એવી જ જાનવરો સાથે જોડાયેલ પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ લગાવવો જોઈએ, ખાસ કરીને સરકારી ઈવેન્ટ્સ દરમિયાન.
પોતાના પત્રમાં તેણે પીએમ મોદીને આગ્રહ કર્યો કે સરકારી બેઠકો અને કાર્યક્રમોમાં ફક્ત સ્વાદિષ્ટ શાકાહરી ભોજન પીરસીને તેઓ જળવાયુ પરિવર્તન વિરુદ્ધ ભારતની લડતનું નેતૃત્વ કરે. તેમણે કહ્યું કે, તમારા દેશમાં નવાચાર અને કૃષિ પ્રધાન ઇતિહાસ સાથે મને વિશ્વાસ છે કે ભારત દ્વારા ઉત્પાદિત સોયા અને અન્ય બહુમુખી ખાદ્ય પદાર્થ આ હાનિકારક ખાદ્ય પદાર્થોને સરળતાથી બદલી શકે છે.
પેટાની ડાયરેક્ટરે અન્ય દેશ ન્યૂઝીલેન્ડ, ચીન અને જર્મનીની જેમ જ પ્રો-વીગન અપનાવવાનો પીએમ મોદીને આગ્રહ કર્યો છે. 52 વર્ષીય એક્ટ્રેસે કહ્યુ, હું તમને આગ્રહ કરુ છું કે તમે તેમને દેખાડો કે અન્યના મુકાબલે ભારત તેમની સમકક્ષ કે તેમનાથી વધુ શ્રેષ્ઠ છે.
જળવાયુ પરિવર્તન પર ચિંતા વ્યક્ત કરતાં તેણે કહ્યું કે, દિલ્હીમાં ગંભીર વાયુ પ્રદૂષણથી પ્રભાવિત પ્રત્યેક જીવ માટે મારુ મન ચિંતિત છે. મને અહીં રહેતાં લોકોની સાથે તે પશુઓની પણ ચિંતા છે જે ચહેરા પર માસ્ક નથી લગાવી શકતાં અથના તો ઘરની અંદર નથી રહી શકતા.
![દુનિયાભરમાં ‘સેક્સ બોમ્બ’ તરીકે જાણીતી આ એક્ટ્રેસે PM મોદીને કરી ખાસ અપીલ, કહ્યું- જાનવરો સાથે જોડાયેલ.....](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/30123654/pamela-2.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion