Panchayat Elections 2023: પશ્વિમ બંગાળમાં પંચાયત ચૂંટણી માટે આજે ફરી મતદાન, હિંસા બાદ ચૂંટણી પંચનો નિર્ણય
પશ્ચિમ બંગાળના કેટલાક જિલ્લાઓમાં પંચાયત ચૂંટણીઓ માટે ફરીથી મતદાન થશે
WB Panchayat Elections 2023 Re-Polling: પશ્ચિમ બંગાળના કેટલાક જિલ્લાઓમાં પંચાયત ચૂંટણીઓ માટે ફરીથી મતદાન થશે. રાજ્ય ચૂંટણી પંચે રવિવારે (9 જુલાઈ) કહ્યું હતું કે પંચાયત ચૂંટણી માટે પુરુલિયા, બીરભૂમ, જલપાઈગુડી અને દક્ષિણ 24 પરગનામાં ફરીથી મતદાન થશે. બંગાળ રાજ્ય ચૂંટણી પંચે સોમવારે (10 જુલાઈ) એ બૂથ પર ફરીથી મતદાન કરવાનો આદેશ આપ્યો હતો જ્યાં મતદાન અમાન્ય જાહેર કરવામાં આવ્યું હતું. તેમાં 697 બૂથનો સમાવેશ થાય છે જ્યાં ફરીથી મતદાન થશે.
#WATCH | West Bengal: Police personnel deployed in Murshidabad's Khargram after stone-pelting was reported in the area. A police vehicle was also vandalised.
— ANI (@ANI) July 9, 2023
State Election Commission yesterday announced that re-polling will be held on July 10 in 696 booths where voting for the… pic.twitter.com/zDlYwbGUyz
પશ્ચિમ બંગાળમાં જિલ્લા પરિષદો, પંચાયત સમિતિઓ અને ગ્રામ પંચાયતો માટે ત્રિ-સ્તરીય પંચાયત ચૂંટણી માટે શનિવારે મતદાન થયું હતું. આ દરમિયાન હિંસામાં 15 લોકોના મોત થયા છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, બે ઘાયલ લોકોના મોત બાદ મૃતકોની સંખ્યા વધીને 15 થઈ ગઈ છે, દક્ષિણ 24 પરગનામાંથી વધુ એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે.
West Bengal: Governor arrives in Delhi, likely to meet Home Minister Amit Shah
— ANI Digital (@ani_digital) July 10, 2023
Read @ANI Story | https://t.co/oVFLSCNSji#WestBengal #CVAnandaBose #AmitShah #Delhi pic.twitter.com/zuZiDwvjNR
ક્યાં થશે ફરીથી મતદાન?
અધિકારીઓએ જણાવ્યું હતું કે જ્યાં ફરીથી મતદાનની જાહેરાત કરવામાં આવી હતી તે જિલ્લાઓમાં મુર્શિદાબાદમાં સૌથી વધુ 175 બૂથ છે, ત્યારબાદ માલદામાં 112 બૂથ છે. હિંસાગ્રસ્ત નાદિયામાં 89 બૂથ પર ફરીથી મતદાન યોજાશે, જ્યારે ઉત્તર અને દક્ષિણ 24 પરગના જિલ્લાઓ અને અન્ય સ્થળોએ 46 અને 36 બૂથ પર ફરીથી મતદાન યોજાશે. કુલ 697 બૂથ પર મતદાન થવાનું છે.
પંચાયતની ચૂંટણી માટે શનિવારે મતદાન યોજાયું હતું
અધિકારીઓએ જણાવ્યું કે રાજ્યની ત્રિ-સ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થા હેઠળ 73,887 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, જેના માટે 2.06 લાખ ઉમેદવારો મેદાનમાં હતા. અસ્થાયી આંકડાઓ મુજબ, 66.28 ટકા મતદાન નોંધાયું હતું. રાજ્ય ચૂંટણી પંચ (SEC) એ કહ્યું કે તેણે જિલ્લા મેજિસ્ટ્રેટ પાસેથી પંચાયત ચૂંટણી દરમિયાન થયેલા મૃત્યુ અંગે વિગતવાર અહેવાલ માંગ્યો છે.
ભાજપે ચૂંટણી પંચ સામે પ્રદર્શન કર્યું
પંચાયત ચૂંટણીમાં થયેલી હિંસા સામે ભાજપના સમર્થકોએ રવિવારે કોલકાતામાં રાજ્ય ચૂંટણી પંચની ઓફિસ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભાજપના કાર્યકરોએ ચૂંટણી શાંતિપૂર્ણ રીતે કરાવવા માટે પંચની કથિત અસમર્થતા સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. ચૂંટણી સંબંધિત મૃત્યુ માટે રાજ્ય ચૂંટણી કમિશનરને દોષી ઠેરવતા ભાજપે શનિવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખીને રાજ્યમાં લોકશાહી ફરીથી સ્થાપિત કરવામાં તેમની દરમિયાનગીરીની માંગ કરી હતી.
રાજ્યપાલ ગૃહમંત્રીને મળી શકે છે
દરમિયાન બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝ રવિવારે નવી દિલ્હી પહોંચી ગયા છે. જ્યાં તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળીને રાજ્યમાં પંચાયત ચૂંટણી દરમિયાન થયેલી હિંસા અંગેનો અહેવાલ આપે તેવી શક્યતા છે. અધિકારીએ જણાવ્યું કે સીવી બોઝ સોમવારે સવારે અમિત શાહને મળી શકે છે.