શોધખોળ કરો

Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

Parliament Winter Session: જ્યારે વિપક્ષે આ બિલનો વિરોધ કરવાની યોજના બનાવી છે. સૂત્રોનું માનીએ તો લોકસભામાં વિપક્ષ દ્વારા આ બિલને લઈને હોબાળો થઈ શકે છે

Parliament Winter Session: લાંબી રાહ જોયા બાદ કેન્દ્ર સરકાર મંગળવારે (17 ડિસેમ્બર) શિયાળુ સત્ર દરમિયાન લોકસભામાં વન નેશન વન ઈલેક્શન બિલ રજૂ કરવા જઈ રહી છે. કાયદા મંત્રી અર્જુન મેઘવાલ બપોરે 12 વાગ્યે બિલ રજૂ કરશે. ભારતીય જનતા પાર્ટી (BJP)એ પણ તેના સાંસદો માટે વ્હીપ જાહેર કર્યો છે. સૂત્રોનું માનીએ તો સરકારના બિલને એનડીએના સાથી પક્ષોનું સમર્થન પણ મળ્યું છે, જ્યારે વિપક્ષે આ બિલનો વિરોધ કરવાની યોજના બનાવી છે.

સૂત્રોનું માનીએ તો લોકસભામાં વિપક્ષ દ્વારા આ બિલને લઈને હોબાળો થઈ શકે છે. ગયા ગુરુવારે મોદી સરકારે એક મોટું પગલું ભર્યું અને ભારતમાં વન નેશન, વન ઇલેક્શન માટે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કાયદા સંબંધિત બિલને મંજૂરી આપી હતી. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં કેબિનેટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ઉચ્ચ સ્તરીય સમિતિના પ્રસ્તાવોને પણ મંજૂરી આપી હતી.

વન નેશન, વન ઇલેક્શન કાયદો બને તો ચૂંટણી કેવી રીતે થશે?

સૂચિત કાયદા અનુસાર, તેને બે તબક્કામાં લાગુ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. પ્રથમ તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાશે અને 100 દિવસમાં બીજા તબક્કામાં નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી યોજવાની તૈયારીઓ ચાલી રહી છે.

સરકારે આવી તૈયારીઓ કરી છે

હવે આ કાયદાને લાગુ કરવા માટે મંગળવારે (17 ડિસેમ્બર) કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન મેઘવાલ બપોરે 12 વાગ્યે કેન્દ્ર સરકાર તરફથી લોકસભામાં તેને રજૂ કરશે. આ માટે ભાજપે તેના તમામ સાંસદોને ગૃહમાં ફરજીયાતપણે હાજર રહેવા જણાવ્યું છે.

એવું માનવામાં આવે છે કે જો કોઈને બિલમાં હાજર કલમો અને તથ્યોને લઈને કોઈ વાંધો હોય તો સરકાર તેને સંસદીય સમિતિને મોકલી શકે છે. હાલમાં સરકારના ઘટક પક્ષોએ બિલને સમર્થન આપ્યું છે, જ્યારે વિપક્ષ રાજકીય કારણોસર આ બિલની વિરુદ્ધ છે. આ અંગે ગૃહમાં હોબાળો થઈ શકે છે. હાલમાં સરકારે લોકસભામાં બિલ પસાર કરવાની સંપૂર્ણ યોજના બનાવી છે.                       

લોકસભાની ચૂંટણીમાં થઈ ભૂલ! મહારાષ્ટ્ર-હરિયાણામાં ભાજપની બમ્પર જીત અંગેના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું

પાકિસ્તાનમાં કેટલા હિન્દુ મંદિરો છે, તેમની સંભાળ કોણ રાખે છે?

‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નફ્ફટ યુનિવર્સિટી, ગુંડા નેતાHun To Bolish : હું તો બોલીશ : ભેળસેળના ભાગીદાર અધિકારી?Surat News : સુરતમાં એક શખ્સને રોમિયોગીરી કરવી ભારે પડી, છેડતી કરતા યુવતીઓએ કરી ધોલાઈAravalli Accident : ધનસુરામાં ગ્રામજનો પર ફોર્ચ્યુનર કાર ચઢાવવાનો પ્રયાસ કરનાર નબીરો હજુ પોલીસ પકડથી દુર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું
પાકિસ્તાનમાં કેટલા હિન્દુ મંદિરો છે, તેમની સંભાળ કોણ રાખે છે?
પાકિસ્તાનમાં કેટલા હિન્દુ મંદિરો છે, તેમની સંભાળ કોણ રાખે છે?
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણીથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના

ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે

કોફીનો એક ઘુટડો પણ બની શકે છે 'ઝેર', જાણો ક્યારે ન પીવી જોઈએ

Embed widget