Parliament Winter Session : 7 ડિસેમ્બરથી શરૂ થશે સંસદનું શીયાળુ સત્ર, રાહુલ ગાંધી આ કારણોસર નહીં રહે હાજર
ગત સત્ર દરમિયાન લોકસભામાં માત્ર 6 જ બિલ રજુ કરવામાં આવ્યા હતાં. ગત સત્ર દરમિયાન સાત બિલ લોકસભામાં અને પાંચ રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યા હતાં જ્યારે એલ બિલ પાછુ ખેંચી લેવામાં આવ્યું હતું.
Parliament Session: સંસદનું શીયાળુસત્ર 7ડિસમ્બર થી 29 ડિસેમ્બર દરમિયાન યોજાશે. શીયાળુ સત્ર દરમિયાન 23 દિવસમાં 17 બેઠકો યોજાશે. અમૃતકાલ સત્ર દરમિયાન (અમે) વિધાયી કાર્ય અને અન્ય મુદ્દે સકારાત્મક ચર્ચા થશે તેવી આશા વ્યક્ત કરીએ છીએ. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ આ માહિતી આપી હતી. સૌથી મહત્વની વાત એ છે કે, આ શીયાળુ સત્ર દરમિયાન કોંગ્રેસન દિગ્ગજ નેતા રાહુલ ગાંધી ગેરહાજર રહેશે.
પ્રહલાદ જોશીએ કહ્યું હતું કે, વર્તમાન સાંસદ સભ્યોના નિધનને ધ્યાનમાં રાખી આગામી શીયાળુ સત્રનો પહેલો દિવસ સ્થગિત રહે તેવી શક્યતા છે.તાજેતરમાં જ જે સાંસદોના નિધન થયા છે તેમાં સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવ પણ શામેલ છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોરોનાનો પ્રકોપ લગભગ નહીવત થઈ ગયો હોવાથી અને રાજ્યસભા અને લોકસભા સચિવાલયના મોટાભાગના સભ્યો અને કર્મચારીઓનું સંપૂર્ણ રીતે ટીકાકરણ થઈ ચુક્યું છે. માટે શીયાળુસત્ર કોઈ મોટા કોવિડ પ્રતિબંધો વિના જ આયોજીત થાય તેવી શક્યતા છે.
ગત સત્ર દરમિયાન લોકસભામાં માત્ર 6 જ બિલ રજુ કરવામાં આવ્યા હતાં. ગત સત્ર દરમિયાન સાત બિલ લોકસભામાં અને પાંચ રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યા હતાં જ્યારે એલ બિલ પાછુ ખેંચી લેવામાં આવ્યું હતું. સત્ર દરમિયાન સંસદનાં બંને સદનોમાં કુલ 5 જ બિલ પસાર થયા હતાં. ગત સત્રમાં બંને સદનોમાં મોંઘવારી સહિત 5 મુદ્દે ચર્ચા રાખવામાં આવી હતી. લોકસભાની પ્રોડક્ટિવિટી 48 ટકા અને રાજ્યસભાની 44 ટકા રહી હતી.
રાહુલ ગાંધી શીયાળુ સત્રમાં રહેશે ગેરહાજર
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી આ વખતે શીયાળુ સત્રમાં શામેલ નહીં થાય. કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ અને કોમ્યુનિકેશન ઈંચાર્જ જયરામ રમેશે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી ભારત જોડો યાત્રાના કારણે આ વખતેશીયાળુસત્રમાં શામેલ નહીં થાય. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પોતાના નિર્ધારીત કાર્યક્રમ પ્રમાણે 150માં દિવસે જમ્મુ-કાશ્મીર પહોંચી શકે છે.