ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા ઉમેદવારને ટિકિટ આપી તો રાજકીય પક્ષોએ ન્યૂઝપેપરમાં આપવી પડશે જાણકારી
નોંધનીય છે કે આગામી વર્ષની શરૂઆતમાં પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાશે આ માટે ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
નવી દિલ્હીઃ મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ ચૂંટણી સંબંધિત તૈયારીઓને લઇને કહ્યું કે તમામ મતદારોને ઉમેદવારો અંગે બધી જ જાણકારી હોવી જરૂરી છે. રાજકીય પાર્ટીઓએ ન્યૂઝપેપરો, ટીવી અને વેબસાઇટો મારફતે મતદાતાઓ સુધી ઉમેદવારોની જાણકારી પહોંચાડવી પડશે. નોંધનીય છે કે આગામી વર્ષની શરૂઆતમાં પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાશે આ માટે ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ચૂંટણી પંચે તમામ સંબંધિત રાજ્યોમાં જઇને સમીક્ષા કરી રહ્યું છે. આ વચ્ચે મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રા અને કમિશનર રાજીવ કુમાર અને અનૂપ ચંદ્ર બે દિવસના પ્રવાસ પર ગોવા પહોંચ્યા છે.
અહી મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ કહ્યું કે મતદારોને ઉમેદવાર અંગે તમામ જાણકારી મળવી જોઇએ. રાજકીય પાર્ટીઓએ અખબાર, ટીવી અને વેબસાઇટ પર બતાવવું પડશે કે તેમના ઉમેદવારનો ક્રિમિનલ રેકોર્ડ છે કે નહીં. જો છે તો રાજકીય પાર્ટીઓએ મતદાતાઓને એ કારણ પણ બતાવવું પડશે જેના કારણે એક સ્વચ્છ છબિ ધરાવતા ઉમેદવારના બદલે ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવારની પસંદગી કરવામાં આવી રહી છે.
Voters should be informed about the credentials of the candidate. Parties must inform through newspaper, TVs and publish on the website that their candidate has a criminal record, give reasons to choose that candidate instead of a clean candidate: CEC Sushil Chandra Goa election pic.twitter.com/751gdo8yUd
— ANI (@ANI) December 22, 2021
સીઇસી ચંદ્રાએ કહ્યું કે રાજ્યના સરહદી વિસ્તારો પર દેખરેખ રાખવામાં આવશે. એટલું જ નહી તમામ બેન્કો પણ નિર્દેશ અપાયા છે કે જો કોઇ ટ્રાજેક્શન શંકાસ્પદ લાગશે તો તરત તેમને જાણકારી આપવામાં આવે.
Trending News: માતાની એક ભૂલથી પુત્રને થયું 3000 કરોડ રૂપિયાનું નુકસાન, ખુદ જણાવી બરબાદીની કહાની
રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી