શોધખોળ કરો
Advertisement
NPRનો ડર એવો કે આખા ગામે બેંક ખાતા સાફ કરી નાખ્યા, 3 દિવસમાં 4 કરોડ રૂપિયા ઉપાડી લીધા
હકીકતમાં જોઈએ તો, આ વિસ્તારમાં અફવા ફેલાઈ હતી કે, આ જાહેરાત કથિત રીતે CAA સાથે જોડાયેલી છે.
નવી દિલ્હીઃ એક બાજુ દેશભરમાં સીએએ, એનઆરસી અને એનપીઆરને લઈને વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે ત્યારે તમિલનાડુમાં સતત તેની વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યા છે. ત્યાં સુધી કે તમામ વિપક્ષી દળ રાજ્યની સત્તારરૂડ પાર્ટી AIADMK અને કેન્દ્રની ભાજપ વિરૂદ્ધ મોરચો ખોલીને બેઠા છે.
જ્યારે તમિલનાડુના તૂતીકોરિનમમાં એ સમયે દેકારો થઈ ગયો જ્યારે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની એક જાહેરાત સામે આવી. જેને જોઈને કયાલપટ્ટીનમ ગામમાં ઉહાપોહ મચી ગયો. જાહેરાત 11 જાન્યુઆરીના રોજ એક સ્થાનીક સમાચાપત્રમાં પ્રકાશિત તઈ હતી. જેમાં ખાતાધારકોને ઝડપથી KYC કરાવવા માટે હેવામાં આવ્યું અને તેના માટે જરૂરી ડોક્યુમેન્ટમાં એનપીઆરને પણ સામેલ કરવામાં આવ્યું.
આ જાહેરાત બાદ ગામમાં લોકોની બેંક આગળ લાઈન લાગી ગઈ. હકીકતમાં જોઈએ તો, આ વિસ્તારમાં અફવા ફેલાઈ હતી કે, આ જાહેરાત કથિત રીતે CAA સાથે જોડાયેલી છે. આ અફવાનું પરિણામ એ આવ્યું કે, બેંકની આ બ્રાંચમાં જાન્યુઆરી 20થી 22 વચ્ચે કયાલપત્તિનમના લોકોએ લગભગ 4 કરોડ રૂપિયા ઉપાડી લીધા.
આ વિસ્તારના બેંકના અધિકારીએ જણાવ્યું હતું કે, NPR જરૂરી છે. જ્યારે અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે, KYCમાં NPRની કોઈ જરૂર નથી. બેંકને આ માટે ફક્ત આધાર અથવા તો પાનકાર્ડની જરૂર પડે છે. આટલા દસ્તાવેજ બેંકમાં ખાતું ખોલવા માટે પુરતા છે. રિઝર્વ બેંકે આ અંગે સ્પષ્ટ નિયમ પણ બનાવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion