શોધખોળ કરો

પેટ્રોલ-ડિઝલના ભાવમાં સતત પાંચમા દિવસે વધારોઃ જાણો પાંચ દિવસમાં કેટલો વધ્યો ભાવ?

છેલ્લા પાંચ દિવસમાં પેટ્રોલમાં પ્રતિ લીટર રૂ. 2.74 અને ડિઝલમાં પ્રતિ લીટર રૂ. 2.83નો વધારો થયો છે.

નવી દિલ્લીઃ દેશમાં સતત પાંચમી વખત પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ 40 ડોલરે પહોંચતા સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ગુરૂવારે સતત પાંચમા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો હતો. ક્રૂડ ઓઇલનો પ્રતિ બેરલનો ભાવ ગયા મહિના કરતાં લગભગ બમણો થયો છે. ગઈ કાલે ગુરુવારે કંપનીઓએ પેટ્રોલ-ડિઝલના ભાવમાં પ્રતિ લીટર 60 પૈસાનો વધારો કર્યો હતો. આ વધારા સાથે છેલ્લા પાંચ દિવસમાં પેટ્રોલમાં પ્રતિ લીટર રૂ. 2.74 અને ડિઝલમાં પ્રતિ લીટર રૂ. 2.83નો વધારો થયો છે. નોંધનીય છે કે , કોરોના મહામારીને પગલે ઊભી થયેલી સ્થિતિમાં એક્સાઈઝ ડયુટીમાં વધારા અને માગમાં ઘટાડાને પગલે ઓઈલ કંપનીઓએ માર્ચના મધ્યથી 80 દિવસ કરતાં વધુ સમયથી ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર નહીં કરવાનું વલણ અપનાવ્યું હતું. શહેરો પ્રમાણે પેટ્રોલ-ડિઝલના ભાવની વાત કરીએ તો નવી દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. 74 અને ડિઝલ રૂ. 72.22 થયો છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. 80.98 અને ડિઝલ પ્રતિ લીટર રૂ. 70.92 છે. ચેન્નઈમાં ભાવ પ્રતિ લીટર રૂ. 77.96 અને ડિઝલ પ્રતિ લીટર રૂ. 70.64 થયો છે. દેશમાં તબક્કાવાર લોકડાઉન હટાવતા અને છૂટછાટ આપતાં પેટ્રોલ-ડિઝલની માગ વધી રહી છે. પરિણામે ઓઈલ કંપનીઓએ ઈંધણના ભાવમાં વધારો કરવાનું વલણ અપનાવ્યું છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (આઈઓસી)એ જણાવ્યું હતું કે એપ્રિલ 2020ની સરખામણીમાં ગયા મહિને બધી જ પેટ્રોલિયમ પેદાશોનો વપરાશ વધીને લગભગ બમણો થઈ ગયો હતો. ગુરૂવારે બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સનો ભાવ 92 સેન્ટ ઘટીને પ્રતિ બેરલ 40.81 ડોલર રહ્યો હતો. ભારતમાં ઈંધણના દર હવે છેલ્લા સાડા ચાર મહિનાની ટોચે પહોંચ્યા છે. માર્ચ મહિનાથી કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડિઝલમાં બે વખત એક્સાઈઝ ડયુટીમાં વધારો કર્યો છે. મોટાભાગની રાજ્ય સરકારોએ પણ વેટ અથવા સેસમાં વધારો કર્યો હતો. આમ, પેટ્રોલ અને ડિઝલના રીટેલ ભાવમાં 70 ટકા હિસ્સો સરકારી ટેક્સનો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર: 10 મહિલાઓને મળ્યું સ્થાન, જાણો કોને કઈ જવાબદારી?
ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર: 10 મહિલાઓને મળ્યું સ્થાન, જાણો કોને કઈ જવાબદારી?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget