PF New Rule: EPFO ખાતાધારક ધ્યાન આપે, આધાર સાથે લિન્ક કરી દો PF ખાતુ નહીં તો થશે નુકશાન, જાણો.........
ઇપીએફઓએ પોતાની નવી નિયમાવીલમાં સોશ્યલ સિક્યૂરિટી કૉડ 2020ના સેક્શન 142માં ફેરફાર કરતા આ મોટો ફેંસલો લીધો છે. આ કૉડ અંતર્ગત જે ખાતા ધારકોના ખાતા આધાર સાથે લિન્ક નહીં થાય, તેમનુ ઇલેક્ટ્રૉનિક ચલણ ઓછા રિટર્ન એટલે કે ઇસીઆર નહીં ભરવામાં આવે.
Link PF With Aadhar: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ)ના નવા નિયમો અનુસાર હવે તમારે પોતાના ઇપીએફના યૂનિવર્સિલ એકાઉન્ટ નંબર (UAN)ની સાથે આધારને લિંક કરવુ અનિવાર્ય થશે. આધાર લિંક ન થવાથી કંપની તરફથી પ્રાપ્ત થનારા પીએફ શેરને મળવામાં પરેશાની આવી શકે છે. પરિણામસ્વરૂપ કર્મચારીઓને પોતાના પીએફ એકાઉન્ટમાં ફક્ત પોતાનો જ શેર દેખાશે.
ઇપીએફઓએ પોતાની નવી નિયમાવીલમાં સોશ્યલ સિક્યૂરિટી કૉડ 2020ના સેક્શન 142માં ફેરફાર કરતા આ મોટો ફેંસલો લીધો છે. આ કૉડ અંતર્ગત જે ખાતા ધારકોના ખાતા આધાર સાથે લિન્ક નહીં થાય, તેમનુ ઇલેક્ટ્રૉનિક ચલણ ઓછા રિટર્ન એટલે કે ઇસીઆર નહીં ભરવામાં આવે.
1 જૂનથી લાગુ થઇ ચૂક્યો છે નિયમ-
ઇપીએફઓએ આ નવા નિમય 1 જૂનથી લાગુ કરી ચૂકી છે, અને આના વિશે એમ્પ્લૉયર્સ માટે નૉટિફિકેશનને પણ આપી દેવામાં આવ્યુ છે. આ કામની જવાબદારી નોકરી આપનારી કંપની એટલે કે એમ્પ્લૉયરની રહેશે કે તે પોતાના કર્મચારીઓને કહે કે તે પોતાનુ પીએફ આધાર સાથે વેરિફાઇ કરાવે. જો કોઇ એકાઉન્ટ આધાર સાથે નથી જોડાતુ કે UANને આધાર સાથે વેરિફાઇડ નથી કરવામાં આવતુ તો આવી સ્થિતિમાં ઇલેક્ટ્રૉનિક ચલણ અને રિટર્ન (ECR) નહીં ભરી શકાય. PF એકાઉન્ટમાં એમ્પ્લૉયરનુ યોગદાન રોકવામાં પણ આવી શકે છે.
EPF એકાઉન્ટને આધાર સાથે આ રીતે કરો લિંક-
PF ખાતાધરક EPFOની ઓફિશિયલ વેબસાઇટ પર જઇને પોતાના એકાઉન્ટને આધાર સાથે લિન્ક કરી શકો છો. આ છે રીત.......
EPFOની વેબસાઇટ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ પર જાઓ.
UAN અને પાસવર્ડનો ઉપયોગ કરીને પોતાના એકાઉન્ટમાં લૉગ ઇન કરો.
"Manage” સેક્શનમાં KYC ઓપ્શન પર ક્લિક કરવુ પડશે.
જે પેજ ખુલે છે, જ્યાં ત્યાં તમે તમારા EPF એકાઉન્ટની સાથે જોડવા માટે કેટલાય ડૉક્યૂમેન્ટ્સ જોઇ શકો છો.
આધાર ઓપ્શનને સિલેક્ટ કરો, અને પોતાનો આધાર નંબર અને આધાર કાર્ડ પર લખેલુ પોતાના નામને ટાઇપ કરીને Service પર ક્લિક કરો.
તમારા દ્વારા આપવામાં આવેલી જાણકારી સુરક્ષિત થઇ જશે, તમારુ આધાર યુઆઇઇડીએઆઇના ડેટા સાથે વેરિફાઇ કરવામાં આવશે.
તમારા KYC ડૉક્યૂમેન્ટ યોગ્ય હોવા પર તમારુ આધાર તમારા EPF ખાતા સાથે જોડાઇ જશે, અને તમને તમારી આધાર જાણકારી સામે “Verify” લખેલુ મળશે.