'2047 સુધી ભારતને બનાવવાનું હતુ ઇસ્લામિક સ્ટેટ', -PFI સભ્યોએ તૈયાર કર્યો હતો પ્લાન, મહારાષ્ટ્ર ATSની ચાર્જશીટમાં ખુલાસો
આ પીડીએફ ફાઇલ 7 પેજની હતી, આમાં લખ્યુ હતુ કે, ભારતમાં ખાસ કરીને લક્ષદ્વીપ અને જમ્મુ-કાશ્મીરના 8 જિલ્લામાં 70 ટકા મુસ્લિમ જનસંખ્યા છે
Maharashtra: મહારાષ્ટ્રે વર્ષ 2022 સપ્ટેમ્બર મહિનામાં પૉપ્યૂલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (Popular Front of India) ના પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી, તે પછી હવે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. એબીપી ન્યૂઝને હાથ લાગેલી ચાર્જશીટમાં ચોંકાવનારા આરોપા લાગ્યા છે. ચાર્જશીટ અનુસાર, આરોપીઓની પાસેથી કેટલાક ડેટા મળ્યા છે, જેમાં 2047 સુધી ભારતને ઇસ્લામિક સ્ટેટ બનાવવાનો પુરેપુરો પ્લાન તૈયાર કરવામા આવ્યો હતો.
દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં બતાવવામાં આવ્યુ છે, જ્યારે આરોપી મઝહર મંસૂર ખાનની ધરપકડ કરવામાં આવી, તો તેની પાસેથી મોબાઇલમાથી "20247 સુધી ભારતને ઇસ્લામિક સ્ટેટ બનાવવાનો રૉડમેપનો ડ્રાફ્ટ બુકલેટ"નામની એક ફાઇલ મળી. આમાં લખેલુ હતુ કે, "ઇન્ડિયા 2047 ભારતમાં ઇસ્લામના શાસન તરફ, આંતરિક દસ્તાવેજ પ્રચલન માટે નહીં"
આ પીડીએફ ફાઇલ 7 પેજની હતી, આમાં લખ્યુ હતુ કે, ભારતમાં ખાસ કરીને લક્ષદ્વીપ અને જમ્મુ-કાશ્મીરના 8 જિલ્લામાં 70 ટકા મુસ્લિમ જનસંખ્યા છે. ભારતમાં બીજા ક્રમાંકની જનસંખ્યા છે. આ હિસાબે 2047 માં આ આંકડો 100 ટકા થઇ જશે. જે પછી 2047 માં ભારતને મુસ્લિમ રાષ્ટ્ર જાહેર કરવામાં આવશે.
આ પીડીએફમાં ચાર સ્ટેપ્સમાં કઇ રીતે કામ કરવામાં આવશે તેના વિશે લખ્યુ છે......
1- જો લોકો મુસ્લિમ છે, અને તેમને કલ્યાણની ચિંતા છે તે PFI ના બેનર નીચે ભેગા થાય અને તેમની સાથે ભારતમાં કઇ રીતે અન્યાય થાય છે, તેના વિશે વાત કરીને PFI માં વધુમાં વધુ લોકોને જોડે. આ ઉપરાંત સભ્યોને હુમલા કરવા અને તલવાર રૉડ ચલાવવાની ટ્રેનિંગ આપવાનો ઉલ્લેખ આમાં છે.
2- PFI સંગઠનમાં લોકોને જોડીને મુસલમાનોની તાકાત બતાવીને વિરોધીઓને ડરાવવા માટે પીએફઆઇની સ્પેશ્યલ કેડર દ્વારા હિંસાનો ઉપયોગ કરવામાં આવે, આ સ્પેશ્યલ કેડરને વિસ્ફોટકની ટ્રેનિંગ આપવામાં આવે. આ ઉપરાંત રાષ્ટ્રધ્વજ, ભારતીય બંધારણ અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને ઢાલ બનાવીને પીએફઆઇ હિન્દુઓ માટે કામ કરી રહી છે. એવુ બતાવીને આરએસએસ અને બીજા સંગઠનોમાં ફૂટ નાંખીને હિન્દુ વૉટની વહેંચણી કરો. આ ઉપરાંત સરકારી વિભાગોમાં ઘૂસણખોરી કરવા જેવી કે પોલીસ, સેના, ન્યાયપાલિકા અને પૈસાની મદદ લેવા માટે મુસ્લિમ દેશોનો સંપર્ક કરો. (જપ્ત દસ્તાવેજમાં લખેલુ છે કે તુર્કી સાથે દોસ્તીપૂર્ણ સંબંધ વિકસીત કરવામાં આવ્યો છે, બીજા દેશો સાથે પ્રયાસ ચાલુ છે.)
3- ત્રીજા સ્ટેપમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતી અને બીજા પછાત વર્ગો સાથે દોસ્તી કરીને ચૂંટણીમાં ઉમેદવાર ઉભો રાખીને તેને તૈયાર કરવામાં આવે, આ પછી જીતેલા ઉમેદવારની મદદથી સંગઠન અને પક્ષનો વિસ્તાર કરવામાં આવે. આરએસએસ આ સંગઠન માત્ર અમીરી હિન્દુઓમાં કલ્યાણ માટે કામ કરી રહ્યુ છે. એવુ લોકોના મનમાં નાંખીને અનુસૂચિત જાતિ, અનુસુચિત જનજાતિ અને બીજા પછાત વર્ગોના મનમાં આરએસએસને લઇને ફૂટ નાંખવામાં આવે.
4- ચોથા સ્ટેપમાં તમામ મુસ્લિમ સંગઠનોને અલગ કરીને મુસ્લિમ જમાતને એક સાથે લાવવામાં આવે, અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બીજા પછાત વર્ગોને પ્રતિનિધિત્વ કરવા અને સત્તાને હથિયાવવાની કોશિશ કરવામાં આવે, સત્તામાં આવ્યા બાદ સરકાર ન્યાયપાલિકા પોલીસ અને સેનામાં સંગઠનના નિષ્ઠાવાન લોકોને ભરતી કરવામાં આવે.