શોધખોળ કરો
Advertisement
પતિએ પોતાની પત્ની પર સેક્સ રેકેટ ચલાવવાનો લગાવ્યો આરોપ, પોલીસને આપ્યા પૂરાવા
પીડિત પતિએ પોતાની પત્નીના પૂરાવા સાથે સેક્સ રેકેટમાં સામેલ હોવાની ફરિયાદ કરી છે. પૂરાવા તરીકે વોટ્સએપ ચેટ અને બીજા લોકોની પાસે મોકલવામાં આવેલી છોકરીઓની તસવીરો રજૂ કરવામાં આવી છે.
પીલીભીત: ઉત્તરપ્રદેશના પીલીભીતમાં સેક્સ રેકેટ સાથે જોડાયેલો કેસ સામે આવ્યો છે. પીડિત પતિએ પોતાની પત્નીના પૂરાવા સાથે સેક્સ રેકેટમાં સામેલ હોવાની ફરિયાદ કરી છે. પીડિત પતિની ફરિયાદને આધારે પોલીસ અધિક્ષક જય પ્રકાશે કેસની તપાસ કોતવાલી સ્ટેશનને સોંપી કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે. પરંતુ પોલીસે અત્યાર સુધી કોઈ કાર્યવાહી નથી કરી. અટકળો એ પણ લગાવવામાં આવી રહી છે કે પોલીસ અને સેક્સ રેકેટ ચલાવતા લોકો વચ્ચે મિત્રતા હોવાના કારણે આરોપીઓ પર કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી.
પીડિત પતિનું કહેવું છે કે તેની પત્નીની ઘણા દિવસોથી વર્તન યોગ્ય ન હોવાના કારણે તેની દેખરેખ રાખી હતી. આ દરમિયાન ખબર પડી કે તેની પત્ની શહેરના નામચીન લોકોને છોકરીઓ સપ્લાઈ કરી સેક્સ રેકેટ ચલાવે છે. બંને વચ્ચે મારપીટ થયા બાદ પીડિત પતિએ પત્નીની વિરૂદ્ધમાં પોલીસ અધિક્ષકને કેસની ફરિયાદ કરતા તેની અશ્લીલ વોટ્સએપ ચેટ સહિત તસવીરો પોલીસને સોંપી હતી. ફરિયાદ મળતા એસપી જય પ્રકાશે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.
પૂરાવા તરીકે વોટ્સએપ ચેટ અને બીજા લોકોની પાસે મોકલવામાં આવેલી છોકરીઓની તસવીરો રજૂ કરવામાં આવી છે. પીડિત પતિનું કહેવું છે કે તેની પત્ની કેટલી માસુમ જિંદગીને બરબાદ કરી રહી છે. કેટલી માસુમ છોકરીઓને પોતાની જાળમાં ફસાવી હોટલો અને અમીર લોકો સુધી પહોંચાડી છે. આ કેસ સામે આવ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે.
પીડિત પતિનો આરોપ છે કે તેના લગ્ન 2006માં થયા હતા. બે બાળકો એક દિકરો અને એક દિકરી છે. તે બહાર રહી નોકરી કરતો હતો. કોરોના કાળમાં ઘરે આવ્યો તો ખબર પડી કે પત્ની રોજ રાત્રે મોડી ઘરે આવતી અને ઘણા દિવસો સુધી બહાના બનાવી ઘરથી ગુમ રહેતી. આ બધુ જોઈ તે પરેશાન થયો, પુછપરછ કરી તો ઝગડા શરૂ થયા.
પતિનું કહેવું છે કે તેની પત્નીનો ફોન લઈ ચેક કર્યો તો ખબર પડી કે તે સેક્સ રેકેટ ચલાવે છે. પતિનું કહેવું છે કે આ મામલે ફરિયાદ કર્યા બાદ તેની પત્ની તેના સાથીઓ સાથે મળી જીવથી મારી નાખવાની ધમકી આપે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion