શોધખોળ કરો

'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી

પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે- માનસિક નક્સલ હજુ પણ તકની શોધમાં છે. આપણે આ માનસિક નક્સલવાદીઓને ઓળખવા પડશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પ્રધાનમંત્રીએ નક્સલવાદ સામે સુરક્ષા દળોની મોટી સફળતા જણાવી.
  • માનસિક નક્સલવાદની વિચારધારાને ઓળખી તેને અલગ કરવા કહ્યું.
  • નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં વિકાસ, નશા મુક્ત ભારતનું આહ્વાન.

Independence Day 2026: 80th સ્વતંત્રતા દિવસના પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરતા નક્સલવાદ અને માઓવાદી હિંસા પર સરકારનું વલણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે કહ્યું કે દેશમાં હથિયાર ઉઠાવનારા નક્સલવાદીઓ સામે સુરક્ષા દળોએ મોટી સફળતા હાસિલ કરી છે, પરંતુ માનસિક નક્સલની પડકારને નજરઅંદાજ કરી શકાય નહીં.

પીએમ મોદીએ કહ્યું કે નક્સલવાદ અને માઓવાદી હિંસાએ લાંબા સમય સુધી દેશના લોકો અને યુવાનોને નુકસાન પહોંચાડ્યું. તેમણે દાવો કર્યો કે 4 દાયકા સુધી એક મોટી વસ્તી આ હિંસાની લપેટમાં રહી. હવે દેશ આ પડકારમાંથી બહાર નીકળી રહ્યો છે અને નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં વિકાસના કામો ઝડપથી આગળ વધી રહ્યા છે.

આ પણ વાંચો...Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત

નક્સલવાદીઓ સામેના અભિયાનમાં મોટી સફળતા મળી

પ્રધાનમંત્રીએ કહ્યું કે જંગલોમાં હથિયાર ઉઠાવનારા નક્સલવાદીઓ સામેના અભિયાનમાં મોટી સફળતા મળી છે. જોકે, તેમણે લોકોને સાવચેત કરતા કહ્યું કે હિંસક નક્સલવાદ નબળો પડ્યો છે, પરંતુ તેની વિચારધારાને ફેલાવનારાઓને ઓળખવા જરૂરી છે. તેમણે કહ્યું કે આવા લોકોને અલગ-થલગ કરવાની જરૂર છે, કારણ કે તેઓ યોગ્ય તકની શોધમાં રહે છે. પ્રધાનમંત્રીએ દેશવાસીઓને આ પડકારને ઓછો ન આંકવા અને સતર્ક રહેવા અપીલ કરી હતી.

નશા મુક્ત ભારતનું પણ આહ્વાન કર્યું

પીએમ મોદીએ નશા સામે પણ દેશવાસીઓને આગળ આવવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે નશા મુક્ત ભારતના લક્ષ્યને પૂરું કરવા માટે સમાજના દરેક વર્ગે મળીને કામ કરવું પડશે. પ્રધાનમંત્રીનો સંદેશ સ્પષ્ટ હતો કે દેશની સુરક્ષા માત્ર હથિયારબંધ હિંસા સામે લડવા પૂરતી સીમિત નથી. યુવાનોને નશા અને હિંસાથી દૂર રાખવા અને વિકાસની મુખ્યધારા સાથે જોડવા પણ જરૂરી છે. પીએમ મોદીએ 13મી વખત લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કર્યો છે. સૌથી પહેલા તેમણે વર્ષ 2014 માં સંબોધન કર્યું હતું, જ્યારે તેઓ પહેલીવાર દેશના પ્રધાનમંત્રી બન્યા હતા.                                                 

Frequently Asked Questions

પ્રધાનમંત્રીએ સ્વતંત્રતા દિવસ 2026 ના સંબોધનમાં નક્સલવાદ વિશે શું કહ્યું?

તેમણે કહ્યું કે સુરક્ષા દળોએ હથિયારબંધ નક્સલવાદીઓ સામે મોટી સફળતા મેળવી છે. જોકે, માનસિક નક્સલની વિચારધારા ફેલાવનારાઓને ઓળખવા અને તેમને અલગ કરવા જરૂરી છે.

નક્સલવાદ અને માઓવાદી હિંસાએ દેશને કેવી રીતે અસર કરી હતી?

આ હિંસાએ 4 દાયકા સુધી દેશના લોકો અને યુવાનોને નુકસાન પહોંચાડ્યું હતું. હવે દેશ આ પડકારમાંથી બહાર આવી રહ્યો છે અને નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં વિકાસના કામો ઝડપથી થઈ રહ્યા છે.

પ્રધાનમંત્રીએ 'નશા મુક્ત ભારત' માટે શું આહ્વાન કર્યું?

તેમણે દેશવાસીઓને નશા સામે આગળ આવવા અપીલ કરી. 'નશા મુક્ત ભારત'ના લક્ષ્યને પૂરું કરવા સમાજના દરેક વર્ગે મળીને કામ કરવું પડશે, તેમ તેમણે જણાવ્યું.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
80th Independence Day Live: કોઇ પણ રાષ્ટ્ર ત્યારે મહાન બને છે જ્યારે તે સિદ્ધિઓને પ્રાપ્ત કરે છે: PM મોદી
80th Independence Day Live: કોઇ પણ રાષ્ટ્ર ત્યારે મહાન બને છે જ્યારે તે સિદ્ધિઓને પ્રાપ્ત કરે છે: PM મોદી
Advertisement

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Embed widget