શોધખોળ કરો
Advertisement
PM મોદી જાણે છે કે, જ્યારે રાફેલ મામલે તપાસ શરૂ થશે તો તેઓ ખતમ થઈ જશે: રાહુલ ગાંધી
નવી દિલ્હી: કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર મોટો પ્રહાર કર્યો છે. રાહુલ ગાંધીએ સીબીઆઈ વિવાદ અને રાફેલ મામલે પ્રેસ કોન્ફ્રેન્સ કરી હતી. રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો છે કે તપાસ એજન્સીના ડાયરેક્ટર આલોક વર્મા રાફેલ મામલે તપાસ કરવાના હતા તેથી તેમના ડરથી તેમને રાતો રાત પદ પરથી હટાવી દેવામાં આવ્યા.
રાહુલ ગાંધીએ કહ્યું કે સીબીઆઈની નિમણૂંક કે તેને હટાવવાનું કામ ત્રણ લોકોની સમિતી કરે છે જેમાં વડાપ્રધાન, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અને વિપક્ષના નેતા સામેલ હોય છે. પરંતુ રાત્રે બે વાગ્યે જે રીતે ડાયરેક્ટરને હટાવવામાં આવ્યા તેમાં સીજેઆઈ, નેતા વિપક્ષની કોઈ સલાહ લેવામાં આવી નથી. આ મામલો અસંવૈધાનિક છે. વડાપ્રધાને ખોટી રીતે સીબીઆઈ વડાને પદ પરથી હટાવી દીધા છે કારણ કે તેઓ જાણે છે કે જે સમયે રાફેલની તપાસ શરૂ થશે ત્યારે તેઓ ખતમ થઈ જશે.
રાહુલ ગાંધી વધુ આરોપ લગાવતા કહ્યું કે સીબીઆઈ ડાયરેક્ટરને માત્ર હટાવામાં આવ્યા છે એટલુંજ નહીં પણ તેમની પાસે જે દસ્તાવેજો હતા તેનો પણ નાશ કરવામાં આવ્યો. તેની પાછળ મુખ્ય કારણ એ હતું કે સીબીઆઈ ડાયરેક્ટર રાફેલ મામેલ વડાપ્રધાન વિરુદ્ધ તપાસ શરૂ કરવાના હતા. જેની ચિંતાના કારણે તેમને હટાવવામાં આવ્યા.
હવે સીબીઆઈની કમાન એવા અધિકારીને સોંપવામાં આવી છે જે ભ્રષ્ટ છે. તેમને જવાબદારી એટલા માટે આપવામાં આવી છે કે તેમને મેનેજ કરી શકાય. પીએમ મોદી રાફેલ મામલે તપાસ થાય તેવું નથી ઇચ્છા.
રાહુલ ગાંધીએ ફરી ઉલ્લેખ કરતા કહ્યું કે પીએમ મોદી પોતાને દેશના ચોકીદાર ગણાવે છે પણ તેઓએ દેશને અંધારામાં રાખ્યો અને ચોકીદારે પોતાની જવાબદારી સારી રીતે નિભાવી નથી. ચોકીદારે જ ભ્રષ્ટાચાર કરી દીધો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement